Abtak Media Google News

બન્ને દેશો વચ્ચે પાંચ મહત્ત્વના કરાર થયા હતા. અબુધાબીમાં મોદીએ કહ્યું હતું કે નોટબંધીમાં જેમના પૈસા ગયા એ લોકો આજે પણ રોકકળ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલીવખત ભારત અને આરબ દેશો વચ્ચેના સંબંધો આટલા ગાઢ બન્યા છે. અબુધાબીમાં મોદીએ મસ્કતમાં સુલતાન કબુસ ડિયમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હું ચાવાળો છું એટલે જાણું છું કે 90 પૈસામાં ચા પણ મળતી નથી. પણ મેં આટલા પૈસામાં લોકોને વીમાની સુરક્ષા પૂરી પાડી છે.

ઓમાન આગમન વખતે મોદી મોટી સંખ્યામાં ઉમટેલા ભારતીયોને મળ્યા હતા. સંબોધનમાં મોદીએ ભારત-ઓમાન વચ્ચેની દોસ્તીને મજબુત કરવા બદલ ઓમાનના સુલતાનનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.