Abtak Media Google News

રોજની દોડ-ભાગની જીંદગી, માનસિક તણાવ તેમાં પણ નોકરી, ઘર અને સમાજનું ટેન્શન લઇને માણસ ડિપ્રેશનમાં આવી જતો હોય છે. એક નવી શોધન દાવો છે કે સિલોકોઇબિન મશરુમ મતલબ જાદુઇ મશરુમ તમારી આ સમસ્યાનું તત્કાલ સમાધાન કરશે. ડિપ્રેશનથી પિડાતા લોકો જો જાદુઇ મશરુમનો ઉપયોગ કરે તો તેમના મગજની પ્રમુખ ગતિવિધીઓ ફરીથી શરુ થઇ જાય છે.

બ્રિટેનના ઇમ્પીરીયલ કોલેજ લંડનના શોધકર્તાઓએ ડિપ્રેશનથી પીડીતનો રાહત અપાવવા માટે એક કિમિયો શોધી કાઢ્યો છે. તેમના પરિક્ષણમાં તેમણે અમુક પીડીતાને મશરુમ ખાવાની સલાઇ આપી હતી. આ પીડીતાને ડિપ્રેશનથી કોઇપણ રીતે છુટકારો મળતો ન હતો, તેઓ ઘણી જગ્યાઓ તેમજ પ્રયોગો કરીને છેલ્લે મશરુમનો ઉપચાર અપનાવવા તેમને તૈયાર કરવામાં આવ્યા હતા.

તેમણે પરિક્ષણમાં મેળવ્યું કે ઉપચારના થોડા સપ્તાહ બાદ સિલોકાઇબિન મશરુમ લેવા વાળા દર્દીઓને તેમની બિમારીના લક્ષણો ઓછા થતા દેખાયા હતા. તમને પણ જો ડિપ્રેશનની તકલીફ હોય તો જાદુઇ મશરુમનું સેવન કરવાથી ચોક્કસ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.