Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે હડમતાળા પોલિસ સ્ટેશનનું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટી હડમતાળા સુધી ગેસ પાઇપલાઇનને સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. હડમતાળા ખાતે પોલિસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વખતે મુખ્યમંત્રીએ કરેલી આ જાહેરાતને ઉપસ્તિ વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટી વધાવી લીધી હતી.

મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસની નિયંત્રિત પરિસ્થિતિ ગુજરાતને નવી ઓળખ સાંપડી છે તા શાંતિ અને સુલેહની રાજય સરકારની નીતિને સમગ્ર દશમાં માન્યતા પ્રાપ્ત થઇ રહી છે.

છેલ્લા ૧૫ વર્ષોમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજયનો વિકાસ સમગ્ર દેશ માટે નેત્રદિપક રહયો છે. એ વાતની મુખ્યમંત્રીએ ઉપસ્થિતિને સદ્રષ્ટાંત પ્રતીતિ કરાવી હતી. સંસ્કારિતા તા અસ્મિતાની જાળવણી સાથે રાજયમાં પ્રવર્તતી એખલાસભરી પરિસ્થિતિની પણ તેમણે આ તકે વિશેષ સરાહના  કરી હતી

મુખ્યમંત્રીએ પોલિસતંત્રને વધુ સુદ્રઢ બનાવા માટે રાજય સરકારે લીધેલા શ્રેણીબધ્ધ પગલાની વિગતો તેમના પ્રવચનમાં વણી લીધી હતી તા ઉદ્યોગો-ખેડૂતો-આમ જનતાને સુરક્ષિત કવચ પુરૂ પાડવા તથા રાજયમાં ગુનાખોરી ડામવા માટે  કોઇ કસર છોડવામાં નહીં આવે, તેવી પ્રતિબધ્ધતા  રૂપાણીએ દોહરાવી હતી.

રાજયમાં તાજેતરમાં ઘટેલ વિવિધ હાઇ પ્રોફાઇલ  ગુનાઓના પોલિસ વિભાગે કરેલ ત્વરિત પર્દાફાશ  બદલ મુખ્યમંત્રી વિજયભાઇએ રાજય પોલિસ વિભાગની પીઠ થાબડી હતી.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક  માંધાતાઓને જરૂરી સવલતોની રાજયસરકાર પાસે સત્વરે દરખાસ્ત કરવાની ટકોર કરી હતી. અને રાજયભરમાં  ઔદ્યોગિક વિકાસ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની વિગતો ટાંકી રાજયના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની તેમની ખેવના  પ્રતિબિંબિત કરી હતી. સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતની  પ્રગતિની  ઝાંખી પણ મુખ્યમંત્રીએ સવિસ્તર રજૂ કરી હતી.

રાજયની પીવાના પાણીની સમસ્યાનું આવનારા પાંચ વર્ષમાં કોઇ પણ ભોગે નિરાકરણ લાવવા, રાજયભરમાં આઠ ડીસેલીનેશન પ્લાન્ટ મારફતે દરિયાનાં ખારાં પાણીને મીઠું કરવા તા ઉદ્યોગોને  આધુનિકતમ ટેકનોલોજી પુરી પાડવા મુખ્યમંત્રીએ  ખાત્રી ઉચ્ચારી હતી.

આગામી તા. ૧૮ ી ૨૦ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા વાઇબ્રન્ટ સમિટ કી ગુજરાતના વિદેશ વેપારને વધુ વિકસિત કરવાની મુખ્યમંત્રીએ આ પ્રસંગે નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચ એપ્રેન્ટિસને નિમણૂંકપત્રો એનાયત કર્યા હતા, હડમતાળાના મજૂર એસોસીએશને એકત્ર કરેલા રૂ. એક લાખ એકાવન હજાર મુખ્યમંત્રી રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિમાં સગૌરવ સ્વીકાર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની વિશ્વ સ્તરે ગોંડલનું નામ રોશન કરનાર ચાર બાળકોનું મુખ્યમંત્રીએ શિલ્ડ એનાયત કરી યોચિત સન્માન કર્યું હતું.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે  નિર્માણ પામેલા પોલિસ સ્ટેશન લોકલ  ક્રાઇમ બ્રાંચની ફિલ્ડ ઓફિસનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ નવનિર્મિત પોલિસ સ્ટેશનની વિઝિટરબુકમાં નોંધ પણ કરી હતી. કાર્યક્રમ સ્ળે આવી પહોંચેલા મુખ્યમંત્રીનું એસ.આર.પી.બેન્ડની સુરાવલિઓ તા હડમતાળાના ઉધયોગપતિઓએ પુષ્પગુચ્છ કી વિશિષ્ટ સ્વાગત કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.