Abtak Media Google News

ખીરી ગામનાં વૃક્ષ નીચે સંત શત્રુદતદાસજીએ આસન ધર્યું ત્યારથી હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું આ ધર્મસ્થાન

સૌરાષ્ટ્ર વિસ્તારના સાગર કિનારે શોભતુ ઘણા વર્ષો જુનુ ધામ બાલાચડી છે. જે ઐતિહાસીક ‚ષી શ્રી કૃષ્ણ પરમાત્મા તથા દ્વારકા સાથે જોડાયેલ છે. જેનો સવિસ્તાર ઈતિહાસ ખુબજ વિશાળ અને પુરાતન હોવાથી વધુ ઉલ્લેખ ન કરતા આ સંસ્થાનું વર્ણન આપીતો બાલાચહી ગામથી દક્ષિણ દિશામાં અને ખીરી ગામથી ઉતર દિશામાં સાગર કિનારે અતિ પુરાણે ટીંબો ગઢ આવેલ જયાંથી પ્રાચીન સીકકા મળી રહેતા તથા આ સ્થાન દેખાવમાં જ ભયાવહ ભાસતુ હતુ જુના જમાનાની ભવ્યતા ખંઢેરમાં બદલા, જતા આંખને અ‚ચિકર દ્રશ્ય જોનારાને મર્તિમાન થતા હતા દિવસ યા રાત્રીનાં સદીઓથી નિકળવાનું વિલંબીત પણે ત્યાં વિચારતા હતા.

આ જગ્યાની આસપાસ અનેક માણસોને અવનવા અનુભવો મળેલા અને અવનવા શ્યોનાં અવલોકનો પણ થયેલા જોનો પરિણામ ‚પેઆ ક્ષેત્ર નિર્જન દશામાંજ રહેવું આજે એજ જગ્યાના દ્રશ્યો અવશેષોએ વર્તમાન સમયની સીમા વટાવી નવા સમયને નજીક લાવવાની ધારણા કરી છે આજથી ત્રીસ વર્ષ પૂર્વે આ જગ્યાએ એક દિવસ આકસ્મિક રીતે એક સુપાત્ર સંત મહાત્મા શ્રી શત્રુદતદાસજી મહારાજ આવી ચડયા, માનવ માત્રને ચક્ષથી જે ભૂમિ ભયંકર ભાસતી હતી તેજ ભૂમિમા આ સંતની દિવ્ય દ્રષ્ટીએ દિવ્યતાના દર્શન કર્યા.

વિરલ પુ‚ષોને વિચારવાનું હોતુ નથી એજ રીતે આ સંત એક નાના બાવળના ઝાડ નીચે પોતાના આત્મ સ્વ‚પનું ધ્યાન કરી અચળ આસન બીછાવી દીધું સમીર દેવ સંદેશક બન્યા -ને સમાજ તેમજ સહકાર આપી એને મળે આ સંત ના સાતિદયમાં આવવા માંડયા ધન્ય છે.

સંતોની ધારણાને, એક દિવસ આ નિરજંન ભમિને અવલોકવા માણસ જયાં એક ડગલુ થોભતો નહી ત્યાં માનવ મેદની કીડીના દળ કટક જેમ દેખાવા લાગી, ધુન ભજન, કિર્તન અને હરી સ્મરણના મંગલ ધ્વનિથી વાતાવરણને વસવાટ મંગલ બન્યા.

જેની ફલિતરૂપે આજે આ જગ્યા શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટનાનામે ખ્યાત નામ બની ચૂકી છે. શ્રી કષ્ટ ભજનદેવ વચિત્રવિર હનુમાનજી વિશાળકાય વૈઠી મૂર્તિની પુજા-અર્ચના થાય છે. તેમજ અંતરીયાળમાં આવેલ આ આશ્રમમાં આવનાર માનવ માત્રને આશરો અને સંતોષથી ટુકડો મળે છે. આ છે અંતરીયાળનું અન્નક્ષેત્ર.

લોકોકિત મુજબ જમ્યાની રીતરસમ તેમજ સાધુનું સુપાત્રપણુ જાણી બાજુના ગામ ખીરીના દરબાર જાડેજા રણુભા વિરાજીએ પોતાના કબ્જા ભોગવારાની જમીન બે એકર ૧૦ ગુઠા તેમજ જાડેજા બાલુભા જેસંગજી તથા મોહબતસિંહ જેસંગજી તથા મંગલસિંહ જમીન બે એકર શ્રી રામ સેવા આશ્રમને અપર્ણ કરેલ છે.

ઉપરોકત જમીનનું રજીસ્ટ્રેશન જોડીયા સબ રજીસ્ટર કચેરીમાં તા.૧૬-૧-૧૯૭૫ તથા બાલાચડીના ગરાસીયા વાઘેલા શ્રીમતી નાનબા માનસિંહએ પણ પોતાના વહિવટ કરતા પોતાના માલીકીની જમીન એકર છ (૧૫ વિઘા) તલાવડી જમીન તા. ૨૪-૫-૧૯૯૫ રજીસ્ટર કચેરીમાં ઉપરોકત જમીન આપી શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ ખીરી જમ્યાનો પાયો મજબુત બનાવવા ઉદારતા બતાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.