તરૂણોથી લઇ વડિલોમાં સાઇકલોફનની ફનરાઇડ માણવા અનેરો ઉત્સાહ

52

શનિવારે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ: ૧પ૦૦ થી વધુ સાઇકલવીરો આપશે ગ્રીન ક્લિન રાજકોટનો સંદેશો

રંગીલા રાજકોટને પ્રદૂષણમાંથી મુક્ત કરી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપી લેનાર રોટરી ક્લબ ઓફ મીડટાઉન, રાજકોટ સાઇકલક્લબ અને રાજકોટ મહાપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે શહેરમાં સાઈકલોફનનું અદ્કેરું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ ડિસેમ્બરે યોજાનારી આ ઈવેન્ટમાં ૧૫૦૦થી વધુ સાઈકલવીરો ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટનો મેસેજ આપી લોકોને સાઈકલ તરફ વાળવા પ્રયત્ન કરશે. સાથે સાથે શહેર પોલીસ દ્વારા પણ જ્યારે સાઈકલ રેલી પસાર થશે ત્યારે અન્ય ટ્રાફિકને થંભાવી દઈ સાઈકલવીરને ગૌરવની લાગણી ફિલ કરાવશે. ૨૫ કિલોમીટર અને ૫૦ કિલોમીટરની આ ઈવેન્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરનાર સાઈકલવીરને મેડલ અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે ૧૫ ડિસેમ્બરે ગુલાબી ઠંડીમાં સૌરાષ્ટ્રની સાઈકલની મોટામાં મોટી ઈવેન્ટનું રેસકોર્સથી નવા રિંગરોડ તરફ ફ્લેગ ઓફ થશે જેમાં ૧૫૦૦થી વધારે સાઈકલવીર ૨૫ અને ૫૦ કિલોમીટરની સાઈકલસવારી કરશે. આ ઈવેન્ટમાં ૧૬ વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. આયોજકોએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે આ કોઈ સાઈકલ રેસ નથી પરંતુ લોકોમાં સાઈકલ પ્રત્યે જાગૃતતા લાવવાનો હેતુ છે. સાઈકલોફનની ૨૫ કિલોમીટરની સાઈકલસવારી ૧.૩૦ કલાકમાં અને ૫૦ કિ.મી.ની સવારી ત્રણ કલાકમાં પૂરી કરવાની રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે જ પણ જે સાઈકલવીર સમયમર્યાદામાં સવારી પૂર્ણ કરશે તેને લક્કી ડ્રો મારફતે ઈનામ આપવામાં આવશે. ઈનામોમાં આ વખતે સાઈકલ સહિતના અનેક ઈનામો રાખવામાં આવ્યા છે. આ ઈવેન્ટમાં ભાગ લેનારા દરેક સાઈકલવીરને ટી-શર્ટ અને સમયમર્યાદામાં પૂર્ણ કરનાર સાઈકલવીરને મેડલ પણ આપવામાં આવશે.

આ ઈવેન્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ સાત ડિસેમ્બર છે જેનું રજિસ્ટ્રેશન રોટરી મીડટાઉન લાઈબ્રેરી અમીન માર્ગ ખાતેથી થઈ શકશે.

ઈવેન્ટને ટાઈટલ સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ અને કો-સ્પોન્સર તરીકે રોલેક્સ રિંગ્સ સહિતનાનો સહયોગ સાંપડી રહ્યો છે. આ ઉપરાંત શહેર પોલીસ, મહાપાલિકા, જિલ્લા કલેક્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો પણ સિંહફાળો મળી રહ્યો છે. ઈવેન્ટને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન અને બાયસીકલ મેયર ઓફ રાજકોટ  દિવ્યેશ અઘેરા, ,રાજકોટ સાયકલ ક્લબ ના લીડર પ્રતીક સોનેજી, ભાવિન દેડકીયા તથા ક્લબ પ્રેસિડેન્ટ જિજ્ઞેશ અમૃતિયા, કો-ચેરમેન દીપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૭૫૭૫૦૦૮૦૩૮, ૭૫૭૫૦૦૮૦૫૮.

Loading...