Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર ઘણી ફિલ્મો બની છે. વિવેક ઓબેરોયથી માંડીને મહેશ ઠાકુર સુધી બધાએ પીએમ મોદીની ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરનો રોલ ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ પણ મોટા પડદે આ જ ભૂમિકા નિભાવવા જઇ રહ્યાં છે. પીએમ મોદી પર ખૂબ જ ટૂંક સમયમાં બીજી ફિલ્મ બનવાની છે, જેમાં ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મનું નામ ‘એક ઓર નરેન્દ્ર’ રાખવામાં આવ્યું છે જ્યાં સ્વામી વિવેકાનંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંનેના વિચોર વીશે બતાવવામાં આવશે. ડાયરેક્ટર મિલન ભૌમિકે કહ્યું છે કે, આ કહાની બે કિસ્સાઓમાં બતાવવામાં આવશે. પ્રથમ કિસ્સામાં સ્વામી વિવેકાનંદનું જીવન નરેન્દ્રનાથ દત્તના રૂપમાં કહેવામાં આવશે, જ્યારે બીજી કહાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડિરેક્ટરનું માનવુ છે કે, વિવેકાનંદે આખી જિંદગીમાં ફક્ત ભાઈચારોનો સંદેશ આપ્યો હતો, જ્યારે તેઓ નરેન્દ્ર મોદીને એક મહાન નેતા માને છે,જેણે દેશને નવી ઉંચાઇઓ પર પહોંચાડ્યો છે.

Gajendra Chauhan 1

માર્ચ મહિનામાં જ ગજેન્દ્ર ચૌહાણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે અને ફરીપ્રધાનમંત્રીના જન્મદિવસ પર આ ફિલ્મને રિલીઝ કરવાની તૈયારી છે. જો બધુ યોગ્ય રહ્યું તો ‘એક ઓર નરેન્દ્ર’ આ વર્ષ 17 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે.ફિલ્મનું શૂટિંગ ગુજરાત અને કોલકતામાં શરૂ કરવામાં આવશે.

આ ફિલ્મમાં શુ હશે ખાસ ?

જોકે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઈને ગજેન્દ્ર ચૌહાણ પણ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તેમણે ભાર મૂક્યો છે કે તેઓ પીએમના વ્યક્તિત્વના દરેક સ્વરૂપને સ્ક્રીન પર બતાવવા જઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે- હું આ પાત્ર ભજવતો વખતે તેના વ્યક્તિત્વના દરેક સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરીશ. હું તેના વિચારો, તેની બોલવાની શૈલી, બધું જ સમજીશ. આ એક ગૌરવની વાત છે કે મને એક કલાકાર તરીકે મોટી જવાબદારી મળી રહી છે.

આ ફિલ્મની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં આ નવા પ્રોજેક્ટ અંગે રાજકારણ લાગે છે. ગજેન્દ્ર ચૌહાણે આ અંગે વધુમાં કહ્યું નથી,પરંતુ તે તેમણે માત્ર સેજ કહી રહ્યા છે. જો તે માને છે કે,આ ફિલ્મ વિશે લાંબા સમયથી વાત ચાલી રહી છે, તો ઘોષણા હમણાં જ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.