Abtak Media Google News

અનશનના ટેકામાં પ્રતિક ઉપવાસ પર ઉતરેલા ત્રણ યુવાનો સામે ગુનો નોંધાયો

મોરારી બાપુ ઉપરના હુમલાના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા છે. ગઇ કાલે સાધુ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાસે પણ પબુભા સામે પગલા લેવાની માંગ કરતા ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે ઉપલેટામાં મોરારીબાપુના હુમલાની ઘટનામાં પબુભા માણેક સામે પગલા લઇ આહિર સમાજની માંફી માગેની મુખ્ય માંગ સાથે છેલ્લા ૧૧ દિવસથી અનશન પર ઉતરી ગયેલા આહિર યુવાન મયુર સોલંકીની સૌરાષ્ટ્ર ભરના આહિર આગેવાનો મુલાકાત લઇ મયુર સોલકીની માંગણીમાં પોતાનો સર પુરાવ્યો હતો.

ગઇ કાલે બપોર બાદ અચાનક અનશય પર ઉતરેલા મયુર સોલંકીની તબીયત લથડતા તેને પોલીસ દ્વારા તાત્કાલિક એમ્યુલન્સ મારફતે શહેરની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. ત્યા તેને ડોકટરની ટીમની દેખરેખનીચે રાખવામાં આવ્યા છે. સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.

મયુર સોલંકીની તબિયત લથડતા હોસ્પિટલ સમર્થકો ઉમટયા

Detf

ગઇ કાલે અનશય પર ઉતરેલા મયુર સોલંકીના ૧૧ દિવસના અનશન બાદ તબીયત લથડતા તેને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતાં. આ વાત તેના સમર્થકોમાં ફેલાઇ જતા હોસ્પિટલે તેના સમર્થકો ઉમટી પડ્યા હતા.

અનશનના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા ત્રણ યુવાન સામે ગુનો નોંધતી પોલીસ

Hj

છેલ્લા ૧૧ દિવસથી અનશન ઉપવાસ પર બેઠેલા મયુર સોલંકીના સમર્થનમાં ગઇ કાલે બાળલા ચોકમાં જાહેરમાં ઉપવાસ પર ઉતરેલા લખન ચુડાસમાં, ભૈતિક ગોજીયા, જયદિપ ચંદ્રવાડિયાની પોલીસે વગર મંજુરીએ ઉપવાસ ઉ૫ર ઉતરતા તેની સામે ગુનો નોધી ધરપકડ કરી હતી. ત્રણેય યુવાનોને જામીન પર મુક્ત કયો હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.