કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે ડ્રેનેજનો વર્ષો જુનો પ્રશ્ર્ન ઉકેલાશે

ડ્રેનેજ પાઈપલાઈન નાખવાના કામનું વિપક્ષી નેતાના હસ્તે ખાતમુહૂર્ત 

શહેરના વોર્ડ નં.૧૭માં નંદાહોલ થી શ્રમશ્રદ્ધા ચોક સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ પાઈપલાઈન નાખવાના કામ માટે કોંગ્રેસના કોર્પોરેટરો ઘનશ્યામસિંહ જાડેજા, વલ્લભભાઈ પરસાણા, નીલેશભાઈ મારું, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, જેન્તીભાઈ બુટાણી, રસીલાબેન ગરૈયા, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ, સ્નેહાબેન દવે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆતો કરી હતી છે.

આ સ્થળે વર્ષોથી ડ્રેનેજની સમસ્યા  હોય તેમજ વોર્ડ નં.૧૭,૧૬ અને ૧૮ને અસરકારકતા હોય જેથી આ કામ મંજુર કરવામા આવ્યું હતું.  પાઈપલાઈન નાખવાના કામનું આજે  મહાપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઘનશ્યામસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

આ તકે સ્થાનિક વીસ્તારવાસીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું હતું  આ તકે  કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઈ પરસાણા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ સહિતના આગેવાનો એ આ કામ કરાવવા માટે જહેમત ઉઠાવેલ હતી અને ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ કોર્પોરેટર કલાબેન સોરઠીયા,  વોર્ડ નં.૧૭ કોંગ્રેસ પ્રમુખ દર્શન ગૌસ્વામી, શૈલેશભાઈ રૂપાપરા, રસિકભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગરૈયા, પ્રહલાદસિંહ ઝાલા, પરસોતમભાઇ સગપરીયા, વિમલ મુંગરા, યોગેશભાઈ વ્યાસ, કૈલાસભાઈ કાકડિયા, ઉકાભાઈ ડાંગર, રમેશભાઈ ગઢવી, કમજીભાઈ દાફડા, વિનુભાઈ ખંભાયતા, સવજીભાઈ ભંડેરી, નિર્મળસિંહ ઝાલા, ટીનાભાઈ, વિમલ ધામી, અનીલ નસીત, ધવલ ચોટલીયા, વિરામ બવ, દિવ્યેશભાઈ વેકરીયા, મહિલા કોંગ્રેસ આગેવાનો પ્રફુલાબેન રાઠોડ, હીરલબા રાઠોડ, વિભૂતિબેન ત્રિવેદી, જીત માખેચા, યશ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

Loading...