Abtak Media Google News

૧૦.૭૪ લાખ ગરીબ પરીવારોને ૫ લાખ રૂપીયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વિમો અપાશે: વડાપ્રધાન મોદી રાંચી ખાતેથી કરશે લોન્ચીંગ

વિશ્વની સૌથી મોટી આરોગ્ય વિમા યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આવતીકાલથી લોન્ચ થવા જઈ રહી છે. આ યોજના હેઠળ દેશના ૫૦ કરોડ લોકોને આરોગ્ય વિમા કવચ મળશે. વડાપ્રધાન મોદી આવતીકાલે રાંચી ખાતેથી યોજનાનું ઉદઘાટન કરશે.

આ યોજનાની અમલવારી કરાવવાની જવાબદારી નેશનલ હેલ્થ એજન્સી (એન.એચ.એ)ને સોંપવામાં આવી છે. યોજના હેઠળ જ‚રીયાતમંદ લોકો માટે ૨.૬૫ લાખ પથારી સુરક્ષિત રાખવામાં આવશે. આ યોજનામાં વ્યકિત લાભ લઈ શકે કે નહીં ? તે માટે MERA.PMJAY.GOV.IN તથા હેલ્પલાઈન નંબર ૧૪૫૫૫ ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સ્કિમનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન પણ થઈ શકશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લોકોએ મોદી કેર નામ આપ્યું છે. ૧૦.૭૪ કરોડ ગરીબ પરીવારોને ૫ લાખ રૂપીયાનો સ્વાસ્થ્ય વિમો આપવામાં આવશે. એકંદરે દેશના ૪૦ ટકા નાગરિકો આ યોજના હેઠળ આવરી લેવાશે. આ યોજનાનો ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે જયારે ૪૦ ટકા રકમનું યોગદાન રાજય સરકારનું રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચીમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઉતરપ્રદેશ, આસામ, ઝારખંડ, હરિયાણા અને છતિસગઢ સહિતના રાજયોમાં પ્રારંભિક તબકકે યોજનાની અમલવારી થશે.

આ યોજના પાછળ એપ્રિલ-૨૦૧૯ સુધીમાં લગભગ ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરવો પડશે. સામાજીક, આર્થિક અને જાતી આધારિત વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ જેને ગરીબ માનવામાં આવ્યા છે તે તમામ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. દેશના ૩૦ રાજયોના ૪૪૫ જિલ્લાઓમાં આ યોજનાનું આવતીકાલે લોન્ચીંગ થઈ જશે. દેશની ૧૦ હજાર ખાનગી-સરકારી હોસ્પિટલોમાં ૨.૬૫ લાખ બેડ ગરીબો માટે સુનિશ્ચીત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.