Abtak Media Google News

પોતાની બોલીંગ અને બેટીંગમાં સેન્ચ્યુરી લગાવતા અક્ષય કરનેવરે વિદર્ભને રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મજબૂત સ્થિતિમાં પહોંચાડયું

ક્રિકેટ જગતમાં અને તેમાં પણ વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો વિશ્વનો પ્રથમ એવો સ્પીનર ઉદ્ભવીત થઈ રહ્યો છે કે જે સ્પીનના કરતબથી લોકોને અને ક્રિકેટ જગતને મંત્રમુગ્ધ કરી દીધા છે. વિદર્ભના અક્ષય કરનેવર પોતાના બન્ને હાથોથી સ્પીન કરી ખેલાડીઓને તકલીફમાં મુકી દેતા નજરે પડયો છે.

વાત કરવામાં આવે તો વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપમાં લેફટ આર્મ સ્પીનર અક્ષયએ પ્રથમ દિવસે રાઈટ આર્મ સ્પીન કરી ટીમના અન્ય ખેલાડીઓને ચકિત કરી દીધા હતા. તેને પોતાની પ્રથમ સેન્ચ્યુરી મારી વિદર્ભને ૪૨૫ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું હતું. જેમાં તેને ૧૦૨ રન નોંધાવ્યા હતા. જેમાં અક્ષયે ૧૩ ચોગ્ગા અને ૨ છગ્ગા પણ માર્યા હતા.

અક્ષય કરનેવર વિશે વાત કરવામાં આવે તો સ્પીનરની સાથે સાથે તે ખૂબજ સારો બેટ્સમેન પણ માનવામાં આવી રહ્યો છે જેનો પ્રભાવ તેને ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પોતાના પ્રદર્શનથી દેખાડયું હતું. વિદર્ભ ક્રિકેટ એસોસીએશનના સીનીયર અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, તેઓ અક્ષયને ખુબજ નજીકથી ઓળખે છે અને અક્ષય કરનેવર ખુબજ ગરીબ કુટુંબમાંથી આવે છે અને તે મહારાષ્ટ્રના યવાતમલ જિલ્લાના નાના ગામડામાં રહે છે.

અક્ષયે પોતાનું નામ નાગપુરના નવકેતન ક્રિકેટ કલબમાં નોંધાવ્યું હતું. જે કલબે અનેક રણજી પ્લેયરો દેશને આપ્યા છે. વાત કરવામાં આવે તો શૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ જે ૨૦૧૬માં કેરેલામાં રમાયો હતો તે સમયે દરમિયાન તે લાઈમ લાઈટમાં આવ્યો હતો અને તેના પર વિશ્વ આખાની નજર પડી હતી. પોતાના હાથને બોલીંગ સ્ટાઈલમાં ફેરબદલ માટે તે અમ્પાયરને પણ રજૂઆત કરતો હોય છે કે જેનાથી બેટ્સમેનને પણ ખ્યાલ આવે કે તે પોતાની મુવમેન્ટ બોલીંગમાં ફેરવી રહ્યો છે.

અક્ષય કરનેવરે ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પ્રથમ દિવસમાં તેને ૫૦ રન આપી શ્રેયસ ઐયરની મહત્વપૂર્ણ વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેનું બેટ પણ બખુબી રીતે બોલ્યું હતું. ત્યારે કહી શકાય કે, આ નવોદિત ખેલાડી આવનાર સમયમાં ભારત માટે કેટલો મહત્વપૂર્ણ રહેશે તેવા જોવાનું રહ્યું. કારણ કે તે પોતાના બન્ને હાથના કરતબથી વિશ્વ આખું ચકિત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.