Abtak Media Google News

બધા માટે સૃષ્ટિનો એક જ નિયમ છે કે તે દુનિયામાં આવે છે તેને એકને એક દિવસ તો જવુજ પડે છે.જેનો ઉદ્દભવ છે તેનો નાશ પણ છે. મનુષ્યે જન્મ લીધો છે તો તેની મૃત્યુ ચોક્કસ જ છે. એક ના એક દિવસ તો એના શરીરને છોડવુજ પડે છે.

દુનિયામાં એવી સાવ ઓછીજ વસ્તુઓ છે કે જે નશાવત છે અને તે ક્યારેય પણ નાશ કરી શકાતો નથી નહીતર તો બધી વસ્તુઓ તેનો વિનાશ થવાનો સમય નક્કી કરીને જ અવેત. અત્યાર સુધી ઘણા ભવિષ્યકારોએ ભવિષ્યવાણીમાં જનાવતા કહ્યું છે કે પૃથ્વી પર પ્રલય થવાનો છે. તેમણે તો ત્યાં સુધી ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે પ્રલય દરમ્યાન પૃથ્વી નો નાશ થશે. જ્યાં નઈ કીય મનુષ્ય બચશે અને નઈ કોઈ અન્ય જીવો. પૃથ્વીથી જીવનનો અંત આવશે

જો પૃથ્વી પર ક્યારેય પ્રલય આવશે અને દુનિયા નષ્ટ થાય જશે તો માત્ર એક વ્રુક્ષ એવું છે જે બચી શકશે.આજે અમે તમને આ સૌથી અનોખા અને શક્તિશાળી વૃક્ષો વિશે માહિતી આપશી. જોઈએ કે શા માટે વૃક્ષો પ્રલય પછી પણ જીવિત રહેશે;

આ વૃક્ષો કોલકાતા આચાર્ય જગદિશચંદ બોસ બોટનિકલ ગાર્ડન છે આ વૃક્ષ 250 વર્ષ પ્રાચીન છે. તેના ક્ષેત્રફળ વિષે પણ તમે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો આ વૃક્ષનો સમગ્ર વિસ્તાર 14,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. એટલા મોટા દાયરામાં ફેલાયું તે એકમાત્ર વૃક્ષ છે જે વર્ષોથી ફૂંલાતું જાય છે  છે. આ વ્રુક્ષ એટલા વિસ્તારમાં ફેલાયેલું છે કે જેનાથી એક ગામ વશી શકે છે.

આ ઉપરાંત પોરાણિક કથાઓમાં પણ આ વ્રુક્ષ નો ઉલેખ કરવામાં આવ્યો છે. એક કેહવત છે કે વટ વૃક્ષનું પરમાત્માનું પ્રતિક છે. કથા મુજબ, પ્રલયમાં જ્યારે સમગ્ર વિશ્વ નષ્ટ થય જશે ત્યારે પણ આ વટવૃક્ષ જીવત રહશે.

વાર્તામાં આ બાબતનો પણ ઉલ્લેખ થયો છે કે અક્ષય વટ કહેવાવાળા આ વૃક્ષની પાંદડીઓમાં સાક્ષાટ દેવતા વાસ કરે છે. આ કારણથી આ વૃક્ષ પર કોઈ મુશ્કેલી નથી આવી શક્તિ. માન્યતા છે કે આ વૃક્ષ પર બાળ ગોપાલ કૃષ્ણની કૃપા છે ઇશ્વરને અહીં રહીને સૃષ્ટિનું અવલોકન કરતા રહેતા હતા.

ત્યાંજ રામ કથા મુજબ, રામના વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણજી યમુના પાર કરીને બીજા કિનારે ઉતર્યા અને તેને એક વાત વ્રુક્ષ નીચે બેસીને આરામ કર્યો હતો વટ વૃક્ષની નીચે સાવિત્રીએ તેના પતિને જીવિત કર્યો હતો. ત્યારથી આ વૃક્ષને વટ સવિત્રી વ્રુક્ષ પણ કહેવામાં આવે  છે.

આ વૃક્ષને પણ પર્યાવરણીય દ્રષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની મૂળ માટીને પકડીને રાખે છે અને તેના પાંદડા હવાને શુદ્ધ કરે છે. કહે છે કે આ વૃક્ષ એક દિવસમાં 20 કલાકથી પણ વધુ સમય સુધી ઓક્સિજન બનાવવામાં આવે છે અને તેની પાંદડીઓ એક કલાકમાં પાંચ મિલી ઓક્સિજન બનાવે છે. અકાલના સમયમાં તેના પાંદડાં પ્રાણીઓને ખવડાવે છે.

આ વ્રુક્ષ ના પાંદડાઓ થી શરીર ના ઘણા બધા રોગો દુર થઇ છે અને ખાસ કરીને ચામડીને લાગતતા ઘણા  રોગો દુર થાય છે. હવે તો તમે જાણી શકોછો કે આ વ્રુક્ષ કેટલું શક્તિશાળી અને ફાયદા કારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.