Abtak Media Google News

ભારતના ફિલ્મ જગત બોલીવુડમાં ગ્લેમર્સની દુનિયામાં અનેક દૂષણો ઘર કરી ગયા છે. કરોડો, અબજો પ્રેક્ષક પર પ્રભાવ ધરાવતા બોલીવુડમાં કલાકારો માટે લોકપ્રિયતા ટકાવી રાખવી સદાકાળ ચિંતાનો વિષય બની રહે છે. સતત પ્રસિધ્ધીની ચિંતામાં રહેતા કલાકારોને તાણમાં જ જીવવું પડે છે. પોતાનું ગ્લેમર્સ સ્પીરીટ ટકશે કે ખોવાઈ જશે તેની ચિંતામાં હતાશ બની જતાં કલાકારો અગાઉ સિંગારેટ, ગાંજો, અફીણ, શરાબ અને હવે ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યાં છે. બોલીવુડમાં કલાકારો વચ્ચેની હરિફાઈમાં ગંદુ રાજકારણ, પ્રાંતવાદ, કુટુંબવાદ અને લોબીંગનું દૂષણ અનેક કલાકારોના જીવન અને કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકનારા બની રહ્યાં છે. એક કલાકારના ઉદયકાળમાં તેનાથી વધુ સારી પ્રતિભા ધરાવતા જૂનિયરોને ક્યારેય તક મળતી નથી. અત્યારે વિશ્ર્વ પ્રસિધ્ધ પાશ્ર્વ ગાયીકા લત્તા મંગેશકરના યુગમાં મહિલા પાશ્ર્વ ગાયીકા તરીકે બોલીવુડમાં આગમન પામનાર સુમન કલ્યાણપુરના ગીતો તેની ગાયકી અને કંઠ ખુબજ સરસ હોવા છતાં તેની પ્રતિભા સીમીત બની ગઈ હતી. ત્યારબાદ લત્તા મંગેશકર અને પુરુષ પાશ્ર્વ ગાયક મહમદ રફી વચ્ચે વ્યવસાયીક ખટરાગ ઉભો થતાં લત્તા મંગેશકરની જગ્યાએ સુમન કલ્યાણપુરને તક મળતા સુમન કલ્યાણપુરના ગવાયેલા ગીત બોલીવુડના ઈતિહાસમાં સૌથી વધુ લોકપ્રિય બન્યા હતા. બોલીવુડમાં ડર્ટી પોલીટીકસથી બચવા માટે કલાકારો સતતપણે ચિંતામાં રહે છે અને આ ચિંતા ક્યારેક-ક્યારેક કલાકારના મૃત્યુ સુધીની કિંમત ચૂકવનારા બને છે.

બોલીવુડમાં આવવું, સ્થાન બનાવવું, ટકવું તે ખુબજ અઘરી બાબત છે. પડદા પર દેખાતી રંગીન દુનિયાથી બોલીવુડનું વાસ્તવિક જીવન ખુબજ વિપરીત છે. અનેક કલાકારો પોતાના વ્યવસાયીક પતનનો ભોગ બનીને ગુમરાહીમાં ગરકાવ થઈ ગયા છે. અત્યારે બોલીવુડની હસ્તીઓ ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે. આ તમામ દૂષણો કારકિર્દીને બચાવવા અને પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જરૂરી માનવામાં આવે છે.

માનવ સમાજના સાંસ્કૃતિક વિકાસમાં છેલ્લા કેટલાક દાયકાઓથી રંગમંચ અને હવે ફિલ્મ જગત લોકો ખૂબ જ મોટો પ્રભાવ રહેલો હોય છે કલાક્ષેત્ર રંગમંચ અને ફિલ્મ જગત પ્રભાવી પ્રત્યાયન મધ્યમ ગણવામાં આવે છે જીવન જીવવાની કલા શૈલી અને આદર્શોનું અનુકરણ કરવા માટે ફિલ્મ જગત જાણે-અજાણે અસરકારક ભાવ સમાજ પર મૂકે છે ત્યારે અત્યારના યુગ ને બાદ કરતા અગાઉના દાયકાઓમાં ફિલ્મના નાયકો સમાજના ઘણા લોકો અને ખાસ કરીને યુવા વર્ગ માટે આદર્શ બની જતા હતા ફિલ્મના હીરો જેવું જીવન જીવે એવું જીવન જીવવામાં લોકો ગૌરવ અનુભવતા હતા તેમની રહેણીકરણી પહેરવેશ બોલચાલ ના હાવભાવ લોકોના જીવન પર ખૂબ જ અસર કરતા હતા નાયક જેમ કરે તે કરવાની પ્રેરણા અને તેને જીવનમાં ઉતારવામાં ખૂબ જ સરળતા રહેતી હતી અને યુવાવર્ગનું જીવનધોરણ બદલાઈ જતો હતો બીજી તરફ ફિલ્મના નાયકો પણ સમાજ પર પોતાના પ્રભાવ ની જવાબદારી સમજીને અંગત જીવનમાં એવી કોઈ કુટેવ આવવા દેતા ન હતા કે જે પોતાના આદર્શ રક્ષક વર્ગને ચાહક વર્ગ ના જીવન માં ઉતરેઅને તેમનું જીવન બરબાદ થાય ઘણા નાયકો ફિલ્મના પડદા પર દારૂનું સેવન કરતા અને સિગરેટ ફૂંકતા દ્રશ્યો આપવાનું ઇનકાર કરી દીધા ના દાખલાઓ છે ફિલ્મનો હીરો કરે તે જીવનમાં કરવું જોઈએ એવો ઘણો મોટો વર્ગ દરેક યુગમાં રહેતો હોય છે આવા લોકોના જીવનભરના પ્રભાવ ની ગંભીરતા કલાકારો સમજતા હતા આજે આખો યુગ બદલાય ગયો છે બોલિવૂડ ના કલાકારો અને આદર્શ માનનાર જે રીતે પોતાના પ્રિય કલાકારોને ચાહે છે તેવી ચાહત ની કદર કલાકારો રાખતા નથી અત્યારે હજારો યુવા વર્ગની ચાહક બની ગયેલા ફિલ્મ કલાકાર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની તપાસમાં બોલિવૂડમાં પ્રવર્તમાન ડ્રગ રેકેટ નો અનાયાસે ભાંડો ફૂટી ગયો અને બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ ખાસ કરીને હિરોઈનો કે જે પરદા પર પ્રેમાળ ભાવુક અને મન મોહિની ઑ તરીકે હજારો નહિ પરંતુ લાખો પ્રેક્ષકોના મનમાં વસેલી હોય છે આવી અભિનેત્રીઓના નામ દ્રવ્યો ના બંધાણ હેરફેર અને ઉપયોગ અને વેપારમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે બોલિવૂડનું ડ્રગ રેકેટ કલાકારોના અન્ય ચરિત્ર લક્ષી કોભાંડો અને જાતીય જીવનની કેટલીક સારી ન ગણાતી બાબતો જ્યારે જ્યારે બહાર આવે છે ત્યારે તેમના ચાહક વર્ગને સમાજના હિત ચિંતક વિચારકો માટે મોટા ઝટકા નો વિષય બની જાય છે બોલિવૂડના કલાકારો ને આદર્શ માનનારા વર્ગ ની સંખ્યા આપણા દેશમાં ખૂબ મોટી છે ફિલ્મ ના નાયક અને નાયિકા ઓ જેમ રહે છે તેવું જીવન જીવવા માટે ઘણા કુમળી વયના માનસ ધરાવતા ખાસ કરીને કરુણ અને યુવા વર્ગ હંમેશા તત્પર રહે છે બોલિવૂડનો કોઈ હીરો એન્ગ્રી મેન અને સમાજની બદીઓ સામે અવાજ આવનારો દેખાયો હોય તો તેને આદર્શ માનનારા હજારો યુવાનો ના મનના તેવર ક્રાંતિકારી બની જાય છે રંગીન મિજાજી નાયક રાજ જીવનના આદર્શ થી તેમનો ચાહક વર્ગ પ્રેમાળ અભિગમ ધરાવે છે આ જ રીતે સ્ટાઇલથી બીડી કે સિગારેટ અથવા તો શરાબ ની ચુસ્કી લેતા નાયક ને જોઈને ઘણા લોકો તેનું અનુકરણ કરવામાં બંધાણી બની જતા હોય છે ભારતીય જગતમાં ફિલ્મોમાં કોઈ વાંધાજનક તથા વસ્તુઓનું પ્રદર્શન ન થઈ જાય એ માટે સેન્સર બોર્ડનું અસ્તિત્વ છે પરંતુ આ સેન્સર બોર્ડ માત્રને માત્ર ફિલ્મ ની કથાવસ્તુ અને પરદા પૂરતું મર્યાદિત રહ્યું છે અને સેન્સર મોટાભાગે ફિલ્મમાં દર્શાવવામાં આવતા દ્રશ્યોમાં અશ્લીલતાનો આવે તે માટે જાગૃતિ રાખવા પૂરતું મર્યાદિત બની ગઈ છે હવે તો તેમાં પણ ઘણી બધી બાંધછોડ થાય છે અને આખો સિનારિયો બદલાઇ ગયો છે ખરેખર તો ફિલ્મના પડદા પરની સેન્સરશીપ ની જેમ એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ફિલ્મ જગતના કલાકારો માટે અંગત જીવનમાં પણ કેટલીક મૂળભૂત આચાર સહિતા નું પાલન કરવાની ફરજ પાડવી જોઈએ કલાકારોને પોતાની લોકપ્રિયતા ના આંક મુજબ ૧, ૨, ૩, ૪ ની કેટેગરી આપીને લોકપ્રિય ના ના ના આધારે આ કલાકારો પર નૈતિકતાનો અંકુશ હોવો જોઈએ સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં ઘણા યુવાનો માટે આદર્શ બનેલા સુશાંત સિંહ નો આપઘાત એક આચકા જનક ઘટના તરીકે સામે આવી હતી સુશાંતસિંહ જ એક ફિલ્મમાં આપઘાત નિવારવા માટે છેલ્લે સુધી ઝઝૂમતો દર્શાવવામાં આવ્યો હતો તેની આ કથાવસ્તુ અને પાત્ર ઘણા લોકોના જીવનમાં નિરાશાને દૂર કરવા માટેનું વિષય બન્યો હતો આજ નાયક કે વાસ્તવિક જીવનમાં આપઘાત કરી લીધો તે ઘટના વાસ્તવિકતા સમજવા હજુ કેટલા લોકો તૈયાર નથી અને સુશાંત સિંહ આપઘાત ન કરે તેની હત્યા થઈ હશે તેઓ આત્મવિશ્વાસ વ્યકત કરીને એક હીરો ના જીવનનું સમાજ ઉપર કેટલો પ્રભાવ હોય છે તેનો આદર્શ પુરાવો સમાજ સમક્ષ આવ્યો છે થોડી આગળ વાત કરીએ તો બોલિવૂડના કલાકારો માથી કેટલાક લોકોના નામ ડ્રગ રેકેટમાં ખુલ્યા છે આ કૌભાંડ પણ સમાજ માટે ખરેખર અહિત કારી લેખાવીજોઈએ બોોલીવુડ ની અસર સમાજ પર મોટા પાયે થાય છે તે વાતનું ધ્યાાન રાખીને ફિલ્મના પરદા પરની સેન્સરશીપ ની જેમ લોકપ્રિય કલાકારોના જીવન પર પણ કાયદાકીય નિયંત્રણ હોવું જોઈએ આવા ત્હીં અત્યારે અહીં લખવી ભલે આ અતિશયોક્તિ લાગે પરંતુ સમાજના હિત માટે નાયકો ના જીવન પર જરૂરથી અંકુશ હોવો જોઈએ. બોલીવુડની ગ્લેમર્સની દુનિયામાં સદાકાળ દૂષણો રહેતા જ હોય છે. અત્યારે પણ બોલીવુડ દૂષણોનો અડ્ડો બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.