ટ્રાયેન્ગલ બ્રિજનું કામ જેટ ગતિ એ…આ નઝારો બની જશે ભૂતકાળ

હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યા નિવારવા તંત્રએ કમર કસી છે. જેના ભાગરૂપે અહીં વિશાળ ટ્રાયેન્ગલ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે. જે અંદાજે બે વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. આ બ્રિજ બનાવ્યા બાદ અહીંની ટ્રાફિક સમસ્યા ભૂતકાળ બનશે અને તસ્વીરમાં જે દ્રશ્ય દેખાય છે તે પણ ભૂતકાળ બની જશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામનાર આ બ્રિજ ટ્રાફિક સમસ્યા નિવારશે સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે.

Loading...