Abtak Media Google News

આપણા સમાજમાં અને રાષ્ટ્રમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જેના ઉકેલ લાંબા સમયથી લટકતા રહ્યા છે. એક ચિંતકે તો એટલે સુધી કહી નાખ્યું છે કે, શાંતિમય સમાજ રચનામાં બહેનો જેટલું અસરકારક યોગદાન અન્ય કોઇ આપી શકે નહિ! શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં અશાંતિ તેમજ અવ્યવસ્થાની સમસ્યા જયારે હદ વટાવે  ત્યારે એનું સુકાન મહિલાને સોંપી દો, તમારી આ સમસ્યા ઉકલી જશે.

શાંતિમય સમાજ રચનામાં બહેનોનાં યોગદાનને આવકારતી વખતે એમ પણ કહેવું ઘટે કે આ વિષયમાં વિશ્ર્વશાંતિનાં વિશ્ર્વ શાંતિના બીજ પડેલાં છે. વિશ્ર્વનાં વિવિધ દેશોમાં, સમાજમાં, સંસ્થાઓમાં, ધાર્મિક તેમજ કુટુંબોમાં કલેશો અને સંઘર્ષો ચાલી રહ્યા છે, તેનાં વિનાવરણમાં બહેનો ધારે તો ભોગ આપીને પણ મૂલ્યવાન પ્રદાન કરી શકે છે. આપણે ત્યાં તેમજ વિશ્ર્વભરમ)ં એક કહેવત પ્રચલિત છે કે, ‘જે કર ઝુલાવે પારણું તે જગ ઉપર શાસન કરે’અહીં ‘શાસન’ શબ્દ માલમી છે. શાસન એટલે રાજય ઉપર જ નહિ પરંતુ સમાજમાં, ઘરમાં, કુટુંબમાં તેનો વ્યાપક અર્થ નિહિત છે.

પુરુષ નહિ પરંતુ બહેનોને માથે એ પુણ્યકાર્ય કેમ આવ્યું ? તો વાત સ્પષ્ટ છે કે સ્ત્રી એક માતા છે. તેની પાસે ગર્ભકાળથી બાળક વયસ્ક થાય ત્યાં સુધી ઊછરે છે ને એ કાળે માતા એ બાળકનું સર્વસ્વ હોય છે. મા ઉપર તેને સંપૂર્ણ વિશ્ર્વાસ હોય છે. માતા ધારે તો ધાવણ સાથે બાળકને સંસ્કારનું અમૃતપાન કરાવી શકે છે, જીજાબાઇનું હાલરડું અમસ્તું નહિ રચાયું હોય! બાળપુત્ર શિવાજીના મનમાં રાષ્ટ્રિભકિતનાં બીજનું આરોપણ હાલરડાં ગાતાં-ગાતાં જીજાબાઇ કરે છે.

પરંતુ તેમાં પ્રશ્ર્ન એ આવે છે કે માતા સંસ્કારી હોય, ન્યાયી હોય, પ્રેમયુકત હોય, શાંતિચાહક હોય, સૌના ભલામાં રાજી હોય, મનમાં લોભ-લાલચ, ઇર્ષા ન હોય, વેરભાવ ન હોય, વિવેકબુઘ્ધિ જાગૃત હોય, અહિંસા તેમજ કરુણામૂલક હ્રદય હોય, દાંપત્યજીવન સુધી હોય તો માતા નિર્ભળ, પવિત્ર ભાવનાનું અમૃતપાન કરાવી શકે. બાકી મા હોય, મનમાં વૈરભાવ પ્રજવલિત હોય તો બાળક માના પેટમાં હોય ત્યારથી એનો દેહ સંહારક વૃત્તિવાળો બંધાતો રહે છે. તેથી માતા સંસ્કારી હોય તે શાંતિનો પાયો છે. એમ હોય તો ભાવિ પેઢી શાંતિમય બને અને તેઓ કલેશ, કંકાસ તેમજ યુઘ્ધોને ધિકકારે ને શાંતિની આરજુ સાથે સંસારકમાં પ્રદાન કરે. તેથી માતાએ બાળક ઉછેરને પ્રાધાન્ય આપવું જોઇએ. સ્તનપાન કરાવવું જોઇએ. બાળકોને આયાઓ કે ઘોડિયાઘરમાં ધકેલી ન દેવાં જોઇએ.

ગાંધીજી, વિનોબાજીએ લખ્યું છે કે, અમારા જીવનમાં અમારા માતાનો મહત્વનો ફાળો રહ્યો છે. વિશ્ર્વભરના કેટલાક મહાન લોકોએ પણ એવું નોંઘ્યું છે. તો પ્રશ્ર્ન અહીં આવીને થંભે છે કે સરકારી મહિલાઓ કેમ પેદા થાય? તેનું કોઇ મશીન તો છે જ નહિ, આજના ભૌતિકવાદમાં એ કેટલું શકય છે? અશાંતિ તેમજ સંઘર્ષનું મુળિયાં વિષમ સમાજરચનામાં પડેલાં છે. બહેનો કેવી રીતે બેલેન્સ રાખી શકશે એ જોવાનું રહે છે. એમ છતાં બહેનો ધારે તો શાંતિની હોત્રી બની શકે. પુરુષો કરતાં તેમનામાં વધુ આત્મિક શકિત પડેલી છે. એ કરુણાની મૂર્તિ છે એમ ગાંધીજી કહેતા હતા.

જો કે અત્યારે એવું ખાસ જોવા મળતું નથી. નહિ તો આટલો બધો ભ્રષ્ટાચાર, અનાચાર ફાલ્યા-ફૂલ્યા ન હોત. બીજા કુટુંબોની આવી સાહ્મબી જોઇને ઘરી સ્ત્રીને એવી આકાંક્ષા પેદા થતી હોય છે. આમ સામાજીક વિષમતાએ બહેનોમાં સાંસ્કૃતિક બદલાવ પેદા કર્યો છે. એટલે શાંતિમય સમાજરચનાનો પાયો સ્વસ્થ સમાજની ભૂમિકામાં તેમજ યોગ્ય કેળવણીમાં પડેલો છે એમ સમજવું જોઇએ.

વિશ્ર્વભરનાં યુઘ્ધોનો ઇતિહાસ તપાસવા બેસીશું તો જણાશે કે એવાં યુઘ્ધો લોકોએ નોતરેલા ભાગ્યે જ હતાં ને હજુ પણ એમ જ છે. રાજકીટ પુરુષોનસ સમ્રાટ થવું છે. પોતાનું સામ્રાજય માત્ર સીમાએ વધારીને નહિ તો ચૂસણ આર્થિક નીતીઓની ચાલબાજી કરીને ‘મોટા’ થવું છે. તેમાં ધનલાલસા, સર્વોપરિતા, કુલાભિમાન જેવા કારણો પડેલાં હોય છે. આજના યુગની માગ ગાંધારીઓ પેવા કરવાની છે જે ન્યાયમાં માને, સંતાનમાં મોહમાં ફસાઇ ન જાય ને ધર્મબુઘ્ધિથી વર્તે

વાત ધર્મબુઘ્ધિની જે. જે બહેનમાં ધર્મબુઘ્ધિ જાગૃત હોય તેનાં બાળક ન્યાયબુઘ્ધિયુકત, શાંતિપ્રિય થાય જો કે તેમાં અપવાદો પણ હોય છે. એમ છતાં માતાની સંસ્કારિકતા તેમજ ઘરનું મધુર વાતાવરણ નાનપણમાં બાળક ઉપર ખુબ અસર કરી જતું હોય છે.

મહિલાઓ આજે પુ‚ષાધીન દશામાં જીવી રહી છે ત્યારે તેમનાં સંતાનો કેવા પેદા થાય? સ્વતંત્ર બુઘ્ધિવાળા બાળકો પેવા થવા જોઇએ ને માતાઓએ કાળજીપૂર્વક માત્ર શબ્દોથી નહિ પરંતુ આચરણથી એવું શિક્ષણ આપવું જોઇએ. આજે માતાઓ એટલી બધી જાગૃત નથી. સાદાઇ, સ્વાવલંબન અને શ્રમનિષ્ઠા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે. જીવનમાં લોભ-લાલચ ઉપર અંકુશ હોય તો જ  એ બની શકે ને બાળકો ઉપર તેના સંસ્કાર પડી શકે.

બાકી લોભ, લાલચ, હરીફાઇ, અયોગ્ય મહત્વાકાંક્ષા, સંવાધિકાર ને તેમાં હાલમાં ભળેલા નાત,જાત, ધાર્મિક સંપ્રદાયો, આર્થિક વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ પોતાની આગવી ધર્મબુઘ્ધિથી પોતાનું પ્રદાન કરી શકે છે. કાંઇ નહિ તો એમ કહી શકે કે આ બધું ખોટું છે. માનવતા વિરોધી છે. અમે તેના ભાગીદાર નહિ બનીએ. શાંતિમૂલક સમાજરચના પેદા કવરા માટે જોઇએ છે. બહેનોમાં શુઘ્ધ સમજ, સંકલ્પશકિત અને ત્યાગભાવના આ કાર્યમાં શિક્ષિત અશિક્ષીત તમામ બહેનો યોગ્ય પ્રદાન કરી શકે તેમ છે.

આપણા દેશમાં બહેનો રાજકારણમાં તેમજ સામાજીક ક્ષેત્રમાં ભાગ લઇ રહ્યા છે. ને તેમાં ધારે તો ઘણું બધું યોગોાન કરી શકે તેમ છે. જેમાંથી અશાંતિ પેદા થતી હોય તેવી બાબતો સામે સંકલ્પબઘ્ધ થઇને વિરોધ કરે, ખટપટને સાથ ન આપે તો પણ ઘર્ષણો ઓછા થાય પરંતુ  રાજકારણમાં બહેનો એવો ભાગ ભજવવાનું ઠીક ચૂકી રહ્યા છે. જે અફસોસજનક છે. સામાજીક કાર્યકર  બહેનો શાંતિસેના રચીને, લોકોને સમજાવીને ભોગ આપીને પણ સુલેહ-શાંતિ સ્થાપી શકે છે. પુરુષો કરતાં બહેનો આ કાર્યમાં વધુ અસરકારક ભાગ ભજવી શકે તેમ માનવું છે. એવા પ્રયોગો થવા જોઇએ.

સમાજમૉ ઊંચ-નીચના ભેદ, કુરીવાજો, ગરીબી વગેરે અશાંતિના પાયામાં ઘરબાયેલા પડેલા છે. સામાજીક કાર્યકર બહેનોએ તેમાં પરિવતર્ન લાવવાનું કામ કરવાનું છે. નહિ તો શાંતિનું સ્વપ્ન દુર ને દુર રહેવાનું  એટલું સમજી લઇએ. એમ મિત્ર હોંશભેર કહેતા હતા કે, જયાબહેન, તમે જોયું ને, બહેનો હવે લશ્કરી ક્ષેત્રમાં પણ મહત્વનું કામ કરવા લાગી છે. ! હું ચૂપ રહી તેથી તેમણે પૂછયું કે, તમે કેમ ચૂપ છો? મે કહ્યું, તમે જે વાત કરી તેમાં જે બહેનો પુરુષાર્થ કરીને આગળ વધીને લશ્કરમાં ભરતી થઇને જવાબદારી ભર્યા કાર્યો સંભાળી રહ્યો છે તે જાણીને આશ્ર્ચર્ય જરુર થાય, પરંતુ મને તેનાથી રાજીપો નથી થતો, કારણ કે બહેનોનું કામ સંહારક ક્ષેત્ર માં ભાગીદાર થવાનું નથી. બહેનોનું કામ નવસર્જન તેમજ નવનિર્માણ કરવાનું છે.

બહેનોએ તો ફલોરેન્સ નાઇટીંગલ બનવાનું છે. આપત્કાલીન પરિસ્થિતિમાં કોઇ બહેનો બંદૂકો ધારણ કરે તો એ વાત જુદી છે. બાકી સ્ત્રીનું કામ સર્જન તેમજ વનનિર્માણ કરવાનું છે. તેમજ વિશ્ર્વભરમાં વાત્સલ્ય, પ્રેમ, સમન્વય, તેમજ શાંતિનું પ્રસારણ કરવાનું છે. એ ન ભૂલીએ નહિ તે પછી સ્ત્રી અને પુરુષ વચ્ચુે તાત્વિક કે વ્યવહારમાં શું ફરક રહેવાનો છે.સ્ત્રીની આ જન્મગત સ્વાભાવિક ભુમિકાનો લોપ થશે તો સ્ત્રીનું ગૌરવ ઝંખવાયા વગર નહિ રહે ને તેના સંતાનો વર્તમાન પરિસ્થિતિનો ભોગ બન્યા વગ પણ નહિ રહે ને શાંતિની ક્ષિતિજો દૂર ને દૂર રહી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.