Abtak Media Google News

ડાયવોર્સ કેસની મહિલાને મા-બાપની ગેરહાજરીનું પેન્શન હવેથી મશળે. જી હા, નિયમમાં ફેરફાર થતાં હવેથી મા-બાપ વિહોણી ડાયવોર્સ કેસની મહિલાને પેન્શન મળશે. અસલમાં ડાયવોર્સ કેસ દરમિયાન માતા-પિતા ગુમાવનાર સ્ત્રીને તેના માતા-પિતાના હકકનું પેન્શન મળી શકશે. ડાયવોર્સ કેસમાં પડેલી મહીલા જેણે પોતાના માતા-પિતા પણ ગુમાવી દીધા છે. તેને આર્થિક ટેકો મળી રહે તેવા ઉમદા હેતુથી નિયમમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.નવા નિયમ અનુસાર આવી મહીલાને ડાયવોર્સ કેસ મંજુર થવાની તારીખથી તેના માતા-પિતાના હકકનું પેન્શન મળવા લાગશે.

૨૦૦૪ થી સરકારી નિયમ અનુસાર પરિણીત પુત્રી માતા-પિતાના પેન્શન માટે અધિકારને પાત્ર ન હતી. પરંતુ હવેથી નિયમમાં પરિવર્તનઆણવામાં આવ્યું છે. હવેથી છુટાછેડા લીધેલી અગર વિધવા સ્ત્રી તેના માતા કે પિતાના પેન્શન મેળવવા માટે અધિકારને પાત્ર બનશે.ડાયર્વોસના કેસમાં ઘણીવાર કોર્ટ પ્રોસેસ લાંબી ચાલતી હોય છે. તેમાં માનસીક ઉપરાંત આર્થિક પરેશાની પણ ભોગવછી પડતી હોય છે. આ સંજોગોમાં સ્ત્રી કોઇ અનિચ્છનીય નિર્ણય ન લે તે માટે તેને આર્થિક સહાય પુરી પાડવા સરકારે ૨૦૦૪ થી ચાલ્યા આવતા નિયમમાં ફરેફાર કર્યો છે.આવા સંજોગોમાં ડાયવોર્સ ગ્રાન્ટ થયાની તારીખથી લાભાર્થી મહિલાને તેના માતા કે પિતાના પેન્શનનો બેંક ચેક મળવા લાગશે. મહિલા સશકિત કરણની દિશામાં સરકારે આ એક આવકારદાયક પગલુ ભર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.