Abtak Media Google News

મિશેલ ક્રિશ્નન તથા વિજય માલ્યાના પ્રત્યાર્પણની જીત ભાજપ માટે ખુબજ મહત્વની: વિપક્ષ ઉપર હાવી થવા મોદી સરકાર પૂર્ણ‚ પથી તૈયાર

આજથી શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ એક જૂટ થઈ વિભિન્ન મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન અને રણનીતિ તૈયાર કરશે. ત્યારે કોંગ્રેસ સહિત ૨૧ વિપક્ષી દળોના નેતાઓની બેઠક યોજવામાંઆવશે જેમાં સંવિધાન અને સંસ્થાઓની રક્ષા કરવા માટેના પ્રયત્નોની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. ત્યારે સોમવારના રોજ પ્રધા નમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષો સાથે બેઠક કરવાની પહેલ પણ હાથ ધરી હતી અને જે તમામ મુદ્દાઓને લઈ ચર્ચા પણ કરવા માટેતૈયારી દાખવી હતી.

ત્યારે પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો વચ્ચે આજથી જયારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે આ મોદી સરકારનું અંતિમ પૂર્ણ સત્ર હશે. ચૂંટણીના પરિણામોના કારણે કયાં પક્ષને તાકાત અને ઉર્જા મળશે તે તો ચૂંટણીના પરિણામો જ નકકી કરશે. પરંતુ હાલમાં ઘણા ચર્ચીત મુદ્દાઓ કયાંકને કયાંક ભાજપને અસર કરશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે.

કારણ કે, આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલે રાજીનામુ આપ્યા બાદ વિપક્ષ માટે એક ખુબજ મોટો મુદ્દો હાથ લાગ્યો છે. આ પહેલા સીબીઆઈનો આંતરીક વિવાદ, રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓની ઉઠવાની તૈયારીઓ વિપક્ષ દ્વારાકરવામાં આવી છે. ત્યારે ભાજપ સરકાર પાસે પણ અનેક વિધ મુદ્દાઓ રહેલા છે. જેમ કે, ઓગષ્ટા વેસ્ટલેન્ડ, ચોપરકાંડના વચેટીયાનેભારત પ્રત્યાર્પણ તથા બેંકોનું દેવુ કરનાર અને ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણતે ખૂબજ મોટી કાનૂની જીત બતાવી મોદી સરકાર આ ઉપલબ્ધી સંસદમાં રજૂ કરશે.

વડાપ્રધાન મોદીએ સંસદ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષને જણાવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તથા વિપક્ષ ગૃહના કામકાજમાં મદદ કરે અનેકો ઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે તૈયારી પણ દાખવી હતી. ત્યારે રાજયસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેઓએ વિપક્ષને સહયોગ આપવા અપીલ પણકરી હતી અને બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આજાદ અને આનંદ શર્માએ જણાવ્યું હતું કે, તેમનો પક્ષ ગૃહ ચલાવવામાં અને મહત્વપૂર્ણ વિધાયક પસાર કરાવવામાં સરકારની મદદકરશે. પણ રાફેલ મુદ્દો મોંઘવારી, બેરોજગારી, ખેડૂતની સમસ્યા તથાતપાસ એજન્સીના દૂરઉપયોગો અંગેની પણ ચર્ચા કરવાની માંગ કરશે.

સંસદના શિયાળુ સત્ર અગાઉ ૨૧ વિપક્ષી દળોએ એક બેઠક યોજી હતી. જેમાં ભાજપ વિરુધ્ધ ભેગા થયેલા અને લોકસભા ચૂંટણીમાં તેને હરાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. જો કે, આ બેઠકમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી સામેલ થઈ ન હતી. આ તકે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ બેઠક બોલાવી હતી અને સરકાર વિરુધ્ધ તખતો પણ તૈયાર કરવા હાકલ પણ કરી હતી.

શિયાળુ સત્ર પૂર્વે આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલનું રાજીનામુ કયાંક મુખ્ય મુદ્દો બની રહેશે અને આ રાજીનામા બાદ અર્થતંત્ર પર શું અસર પડશે તે માટે પણ કયાંકને કયાંક ચર્ચા કરવામાં આવે તો નવાઈ નહીં. સરકાર સાથે વધતા તનાવ અને ખેંચતાણ વચ્ચે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલે રાજીનામુ આપ્યું હતું. તેમના કાર્યકાળ પૂર્ણ થવાના આઠ મહિના પહેલા જ તેઓએ રાજીનામુ આપી દીધુ છે. આ રાજીનામા પાછળ કયાંક અંગત કારણ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. મોદી સરકારે ૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઉર્જીત પટેલની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારે ૨૪માં ગવર્નર તરીકે ઉર્જીતનો કાર્યકાળ ૧૯૯૨ કરતા સૌથી નાનો રહ્યો હતો.

સીબીઆઈ પછી આરબીઆઈની નિશ્ચીત રીતેવિપક્ષ આક્રમક શિયાળુ સત્રમાં થશે. જેને લઈ કયાંકને કયાંક સરકારે જવાબ આપવો પણભારે પડે તો નવાઈ નહીં. કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ એવું માની રહી છે કે, સરકાર લોકતાંત્રીકસરકારો પર આક્રમણ કરી રહ્યું છે. ત્યારે ચિદમ્બરમે ત્યાં સુધી જણાવ્યું હતું કે, કોઈપણ આત્મ સન્માનવાળીવ્યક્તિ મોદી સરકારના રાજમાં કામ કરી શકે જ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.