Abtak Media Google News

ખલિત જીબ્રાને કહ્યું છે કે, માનવ જાત્નિા હોઠ પરનો સૈાથી સુંદર શબ્દ છે માઁ અને સૌથી સુંદર સાદ હોય તો તે ‘મારી માઁ’

એ એક એવો શબ્દ છે કે જે આશા અને પ્રેમથી ભરેલો છે. એક મધુર અને માયાળુ શબ્દ, જે હ્રદયના ઊંડાણમાંથી આવે છે. માઁ સઘળું છે. શોકમાં તે આપણું આશ્ર્વાસન છે, દુર્બળતામાં તે આપણી શકિત છે. તે પ્રેમ કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. જે પોતાની માને ગુમાવે છે. તે તેને સતત રક્ષતા ને તેના પર આશીર્વાદ વરસાદતા વિશુઘ્ધ આત્માને ગુમાવે છે.

‘માઁ’ પરમાત્માનું સ્વરુપ છે. ‘માં’ તેના સંતાનો માટે પરમાત્માની જેમ પરમ આનંદ સ્વરુપ છે.પ્રભુના દર્શન કરવા હોય તો આપણી ‘માં’ ના દર્શન કરવા એ સનાતન અને શાશ્ર્વત સત્ય છે.તમામ તિર્થધામોથી ચઢિયાતું તિર્થધામ ‘માં’ છે. અને તે ઘરમાં જ છે…‘માં’ પોતાના સંતાનો માટે પોતાના જીવનના બધા જ મોજશોખ, આનંદ પ્રમોદ બાજુએ મૂકીને તેના લાલન પાલનમાં જ રત રહે છે.‘મા’એક ઓળખ ‘સત્ય’છે, કારણ કે સતય કદાપિ મેલું થતું નથી કટાતું નથી અને મરતું પણ નથી.

બૃહદધર્મ પુરાણમાં પૂર્વ ખંડના બીજા અઘ્યાયમાં વ્યાસજીએ કહ્યું છે કે પુત્રને માટે માતાનું સ્થાન પિતાથી વધુ છે… ત્રણે લોકમાં માતા સમાન બીજો કોઇ મોટો ગુરુ નથી. ‘મા’ આપણી શ્રેષ્ઠ મિત્ર ‘મા’આપણી પહેલી મિત્ર.. ને છેલ્લી મિત્ર‘મા’ને આકાશ જેટલું ચાહી શકાય‘મા’ને દેવભૂમિની જેમ પૂજી શકાય…‘મા’ને ખભે અને ખોળે માથું મૂકી શકાય અરે ‘મા’સાથે રીસાઇ પણ શકાય, ને ઝઘડી પણ શકાય.આપણા હોઠો પરની દુધિયા ગંઘ, એની છાતીમાં અકબંધ… એના ખોળામાની આપણા પેસાબની દુગંધ એ સાથે લઇને જ જાય ભગવાન પાસે…‘મા’માં ભગવાન ભીની સુગંધ…

કોઇએ સાચું જ કહ્યું છે કે, બાળક જન્મે છે પછી નાની મોટી બિમારી ઝાડા થવા, ઉલ્ટી થવી, શરદી થવી વગેરે વખતે માનો શ્ર્વાસ અઘ્ધર થઇ જાય છે, ન ખાવાનું ભાવે છે, ન પીવાનું, એની આંખોની ઊંઘ ઉડી જાય છે, અને જયાં સુધી બાળક સાજું ન થઇ જાય ત્યાં સુધી ઉજાગરા કરીનેય એની સારવાર બાળક ઠોકર ખાય પડી જાય, કે કાંઇક વગાડી બેસે ત્યારે ‘મા’ ‘ખમ્મા બેટા’કહીને બેબાકળી બનીને બાળકની સાથે રડવા પણ બેસી જાય છે.

બાળક સરખું ખાય, નહિ ને તોફાન કરે ત્યારે મા બાળકને ખોળામાં બેસાડી જાત જાતની વાતો કરીને કોળિયે કોળિયે ખવડાવે છે. બાળકની પાછળ દોડી દોડીને ય ખવડાવે છે.બાળકને ઊંઘ આવતી ન હોય ત્યારે બાળકનાં માથા પર અને પીઠ પર હેત ભીનો હાથ ફેરવીને એને સુવડાવે છે.મા ગરીબ હોય, પૂરતું ભોજન ન હોય ત્યારે મા મજુરી કરી, પોતે ભૂખિ રહીને પણ બાળકને ખવડાવે છે.

કવિ બોટાદકરે ‘જનનીજા જોડ સખી નહીં જડે રે લોલ’કહીને ‘મા’ ને કેવી મંગલમય મહિમાવંતી અને જેની જોડ ન મળે એવી મોંધેરી કહી છે! મનુષ્ય જન્મ લે છે પછી તેના પર ચાર પ્રકારના ઋણ ચઢે છે. (૧) માતૃઋણ (ર) પિતૃઋણ (૩) ગુરૂઋણ (૪) દેવઋણ

આમાં માતાનું વ્ઋણ કદી ઉતારી શકાતું નથી. માતા બાળકને ગર્ભમાં ધારણ કરે ત્યાંથી માંડીને પોતાના છેલ્લા શ્ર્વાસ પર્યત બાળકને સાચવે છે. એના ક્ષેમ કુશળની ચિંતા કરે છે, એના પળેપળના સુખ માટે કાર્યરત રહે છે. એથી ક્ષણક્ષણનું કલ્યાણ ઇચ્છે છે. એને માટે પહાડ જેવા દુ:ખો પણ ઉઠાવી લે છે. એના હ્રદયમાં એક જ મંગળ કામના હોય છે. મારું સંતાન સર્વ પ્રકારે સુખ, શાંતિ અને આનંદ ભોગવે. એ માટે એ અસીમ, અનહદ તકલીફો વેઠે છે. અને આ કામના નિ:સ્વાર્થ છે. એની પાછળ માતાનો કોઇ સ્વાર્થ હોતો નથી.

બાળક જન્મે ત્યારેથી માંડીને તે દુનિયામાં પોતાના પગ પર ઊભો રહેવા સર્વ રીતે સક્ષમ બને ત્યાઁ સુધી માતા તેની એકેએક વાતની ઊભો રહેવા સર્વ રીતે સક્ષમ બને ત્યાં સુધી માતા તેની એકેએક વાતની કાળજી રાખે છે. બાળકનું ખાવું, પીવું, ઊઠવું-બેસવું, ચાલવું-દોડવું, પહેરવું-ઓઢવું, અભ્યાસ કરવો, કંઇપણ શીખવું-સર્વ કંઇ માતા પર આધારીત હોય છે. માતા બાળકને મધુરતાથી  ચાલતાં શીખવે છે. બોલતા શીખવે છે, અનેક વાતનું ઘડતર કરે છે. એટલે માને સૌ શિક્ષક બરાબર કહી છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે દશ ઉપાઘ્યાય કરતાં એક આચાર્ય, સૌ આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં માતાનું ગૌરવ વધારે છે. માતા બાળકમાં માનવીય સંસ્કારોનું નિરુપણ કરે છે.

કયારેય ખીજવાય છે, મારે પણ છે ક્ધિતુ તેમાં પ્રેમની માત્રા વધારે હોય છે. તેના હૈયે સતત ઝંખના હોય છે કે મારું સંતાન બધાથી હોંશીયાર અને લાયક બનેબધાથી સર્વોપરિ બને. એ સંતાનના પ્રેમમાં એટલે ડૂબલલી હોય  છે કે એને પોતાનું સંતાન જ વધારે હોશિયાર વધારે લાયક અને વધારે સુંદર લાગે છે.આમ બાળકને જ જ્ઞાન, સંસ્કાર, પ્રેમ અને સુખ મળે છે તેનાં મૂળ માતામાં જ રહેલાં હોય છે.

સંતાનનાં સુખે સુખી અને સંતાનની દુ:ખે દુ:ખી થતી માતા જયારુ વૃઘ્ધ થાય, બીમાર થાય ત્યારે તેની સેવા પણ બાળકની જેમ અતિ પ્રેમ અને મીઠાશથી કરવી જોઇએ. દરેક સંતાનની ફરજ છે કે માતાના પ્રેમાળ, કોમળ હૈયાને જરાય દુભવવું ન જોઇએ.

આ બધું એક એવા સનાતન સત્યની પ્રતીતિ કરાવે છે કે ‘મા’ તે ‘મા’ છે એની ચિર વિદાયનો ખાલીપો કયારેય પૂરાતો નથી.આ વાતનો આજના દેશકાળમાં ઉપદેશ એ છે કે સંપૂર્ણ સમાજમાં ‘માતૃત્વ’ના અને એના વાત્સલ્યનો વ્યાપ વધવો જોઇએ. માતૃત્વમાં કેટલાક અદભુત અને લોકોત્તર ગુણો છે. તે બધા સમાજમાં ઉતરવા જોઇએ. એમ થાય તો સમગ્ર સમાજનું કલ્યાણ થશે.

‘મા’ પાસે પ્રથમ મહાન ગુણ છે. ‘કરીને ન બોલવાવાળી તે ‘મા’ આ ગુણ સમાજમાં લાવવો જોઇએ. આજે કરીને ન બોલવાવાળાની સંખ્યા ઘટતી ગઇ છે. અને ન કરીને બોલવાવાળાની સંખ્યા વધતી ગઇ છે.‘મા’ નો બીજાો શ્રેષ્ઠ ગુણ, મા હંમેશા આશાવાદી હોય છે આખા સમાજે અને કુટુંબે જે છોકરા માટે હાથ ધોઇ નાખ્યા હશે, ત્યારે પણ ‘મા’નિરાશ નહિ બને મારો દીકરો જરુર સુધરશે અને પાંચમાં પૂછાય તેવો થશે એમ કહેતાં કહેતાં ‘મા’ તેને સુધારતી રહેશે.‘મા’નું આવું આશાવાદી પણું આજના સમાજમાં અત્યંત આવશ્યક છે.આખું જગત ‘મા’ના તેજસ્વી અને દૈવી ટેકે ઉભું છે એ કથન કારણ વગર જન્મ્યુ નથી! એવી ‘મા’ને આજે અને હરહંમેશ વંદીએ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.