Abtak Media Google News

તમારા પર આખા દેશને ગર્વ છે: સ્વાસ્થ્યકર્મીઓ સાથે વાતચીતકરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

આજે ડોકટર ડે ના અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશ અને વિશ્વમાં સેવા આપી રહેલા કેટલાક તબીબો સાથે વાત કરતા જણાવ્યું હતુકે તમે દુનિયામાં ગમે ત્યાંજાવ તમને ભારતીય તબીબો જોવા મળશે જ લોકો કહે છે કે એના વગર ચાલી શકે તેમ જ નથી તમારા પર અમને ગર્વ છે.

સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં ભારતીય તબીબોનું આટલું બધુ માન કેમ આપે છે. લોકો કહે છેકે એના વિના હોસ્પિટલો ચાલી ન શકે હું સાઉદી અરેબીયા ગયો હતો ત્યાં અમને કીધું કે ભારતીય નર્સ નથી એટલે અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ વખતે રાહુલ ગાંધીને તબીબોએ જવાબ આપ્યો કે ભારતના તબીબો બહુ બહાદૂર અને મહેનતુ છે અને તે કોઈપણ પ્રકારનાં પડકારથી ડરતા નથી.

ઈગ્લેન્ડથી શર્લીએ જણાવ્યું કે વિશ્વમાં દરેક જગ્યાએ ભારતીય નર્સ છે. અને કોરોનાના સંક્રમણ સમયે પણ આગળ આવીને લડાઈ લડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.