Abtak Media Google News

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

શહેરની બાજુમાં આવેલ આણંદપર (નવાગામ) મુકામે સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તળપદા કોળી સમાજના આઠમા સમુહ લગ્નનું આયોજન તા.૨૦.૧ને સોમવારના સવારે ૬ કલાકથી બપોરના ૨ કલાકે કરવામાં આવેલ છે.

આ સમુહ લગ્નનું સ્થળ સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ સામે, ધારવાળી ખોડીયાર મંદિરથી આગળ, દિવેલીયાપરા, રાજકોટ અમદાવાદ હાઈવે, આણંદપર (નવાગામ), તા.જી. રાજકોટ મુકામે સમુહ લગ્ન સાથે એક મહા રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વ જ્ઞાતીનાં રકતદાતાઓને આ રકતદાન કેમ્પમાં રકતદાન કરવા તથા મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ સમુહ લગ્નમાં ૨૧ યુગલો પ્રભુતામાં પગલા માંડશે અને દિકરીઓને ૧૦૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં સંતો, મહંતો તથા સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા પંચાયત તથા સરપંચઓ તથા વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ ધીરૂભાઈ હાંડા, ઉપપ્રમુખ નારણભાઈ સોલંકી, ટ્રસ્ટીઓ ધીરૂભાઈ જેસાણી, જીતેશભાઈ માલકીયા, હસમુખભાઈ સરીયા, ગોરધનભાઈ ખમસાણી, રાજેશભાઈ જાપડીયા, વિજયભાઈ સોલંકી, દિનેશભાઈ અજાડીયા, અરજણભા, સરવૈયા, દિનેશભાઈ હાંડા, દેવશીભાઈ સોલંકી, પાંચાભાઈ ડાભી તેમજ ૩૦૦થી વધુ કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.