Abtak Media Google News

જગતના તાત માટે આ વખતે ચોમાસું સુખનો દિવસો લઇને આવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓછા વરસાદની આ વખતે સંભાવના ખુબ જ ઓછી છે. અને આ વખતે 97 ટકા સુધી વરસાદ થશે. આ સમાચાર ખેડૂતો સમેત તમામ ભારતીયો માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સક્રિય રહેશે જેના કારણે 97 ટકા વરસાદ થવાની સંભાવનાઓ પ્રબળ છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ભારતમાં ઓછો વરસાદ થયો હતો. જેની અસર દેશભરના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી.

Drought India Story 647 090915032013 090915085001જો કે આ વખતે હવામાન વિભાગને આશા છે કે ગત વર્ષ જેવી સ્થિતિ આ વખતે નહીં આવે. સોમવારે એક પ્રેસવાર્તામાં ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે.જે. રમેશે જણાવ્યું કે આઇએમડીને આ વખતે 97 ટકા વરસાદ થવાની આશા છે. જો કે વરસાદમાં પાંચ ટકાનો ઘટાડો કે વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે મે મહિનાના અંતમાં કે પછી જૂનની શરૂઆતમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ જશે.

આ પહેલા હવામાન વિભાગે જ એક ખાનગી એજન્સી સ્કાઇમેટને કહ્યું હતું કે આ વખતે પર્યાપ્ત માત્રામાં વરસાદ થશે અને દેશમાં દુકાળની જે પરિસ્થિતિ ઓછા વરસાદના કારણે ઊભી થઇ છે તેમાં આ વખતના વરસાદના કારણે ભારે રાહત જોવા મળશે. વળી ચોમાસીની ગતિવિધિ પર હવે 15 મેના રોજ હવામાન વિભાગ વધુ જાણકારી આપશે અને હવામાનનું હવે પછીનું અપટેડ જૂનમાં મળશે. જો કે આ સમાચારથી ગુજરાત સમેત ભારતભરના ખેડૂતોને થોડો હાશકારો ચોક્કસથી મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.