સુરેન્દ્રનગર સહિત જિલ્લાના કેટલાંક સ્થળે વરસાદનાં ઝાપટાં પડતા વાતાવરણ પલટાયું

વિવિધ તાલુકા મથકોમાં વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ : વાવણી લાયક વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદનું આગમન થયું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેના ભાગરૃપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
જેમાં સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં મોડીસાંજે ગાજવીજ સાથે જોરદાર વારસાદી ઝાપટું પડયું હતું. જ્યારે જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી, લખતર, મુળી, લીંબડી, સાયલચ, ચોટીલા સહિતના તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ફરી વિરામબાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વાવણીલાયક વરસાદથી ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Loading...