Abtak Media Google News

ગટરના ગંધાતા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની ભીતી

વડિયા શહેરમાં પેટા આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં ગ્રામપંચાયત દ્વારા મસમોટી ગટર ખોદી કાઢી છે જે છેલ્લા ઘણા સમય થી પેટા આરોગ્યને નડતર રૂપ છે જ્યા ગટરના ગંધાતા પાણી ને લીધે બીમારીઓ ફેલાતી હોવાનું સામે આવ્યું છે અને પેટા આરોગ્ય કેન્દ્રની બગલમાં આંગણવાડી આવેલ છે જેમાં દેશના ભવિસ્ય સમાન નાના ફુલકાઓની જિંદગીની શરૂઆત થાય છે આ ગટરના કારણે નાના ફુલકાઓમા ભયકર બીમારી ફેલાવાનો ભય સ્થાનિકલોકોમાં સતાવી રહ્યો છે.

પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સ્વપ્નના લીરેલીરા ઉડતા હોઈ તેવું અમરેલીના વડિયા શહેરમાં દર્શાય રહ્યું છે જે પેટા આરોગ્યના પટાંગણમાં જ ગટરના ગંધાતા પાણી જોવા મળ્યા છે હાલમાં ત્યાં સેશન સમય દરમ્યાન સગર્ભા અને નાના બાળકોને ત્યાં પટાંગણની મસમોટી ગટર ઓળગીને જવામાં હાલાકી નો સામનો કરવો પડે છે અને સગર્ભા માટે આ ગટર ઓળગવી ખતરનાક સાબિત થાય પેટા આરોગ્ય અધિકારીઓએ વડિયા ગ્રામપંચાયતે લેખિત રજુઆત કરવા છતાં તત્ર ગાઢનિંદ્રામાં હોઈ તેવું જણાઈ રહ્યું છે અને આ સગર્ભા ગટર ઓળગતી વખતે કોઈ દુર્ઘટના સર્જાય તો ગ્રામપંચાયતના સત્તાધીસોના પાપે આરોગ્ય અધિકારીઓને ભોગ બનવું પડશે હાલમાં પેટા આરોગ્યની બગલમાંજ એક આંગણવાડી આવેલ છે.

ત્યાં પણ નાનાં ફુલકાઓને આમસમોટી ગટરના કારણે ભયંકર બીમારીનો ભોગ અને ગટરમાં ગબડી પડે તો હાથપગને ઇજા પહોંચવાનો ભય રહે છે અને ગટરમાં સતત પાણીના ભરાવા થી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે એ મચ્છરના કારણે જેરી મલેરિયા,ડેન્ગ્યુ,લબત જેવા વાઇરસ લોકોમાં ફેલાઈ રહ્યો છે જો આ અંગે ગોકળગાય માફક ચાલતા તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગી સરપંચપતિ ની જગ્યાએ ખુદ મહિલા સરપંચ લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ થાય અને પીવાના પાણીના ટાકાઓ પાસેજ ગંદકીઓના ગંજ જામ્યા હોઈ છે.

હાલમાં પશુને પીવાના પાણીના અવેડા મા પણ છેલ્લા એક વર્ષ થી સફાઈનો અભાવ સામે આવ્યો છે જે હાલ પશુ પાણી પી રહયા છે વડિયા શહેરમાં માનવ ના અને પશુના આરોગ્યની કોઈ જાતની ચિતા થઈ રહી નથી માત્રને માત્ર પુરવઠા વિભાગની પાણીની લાઈનો ના લાંબા લાંબા માપ આપીને લાઈનો શોર્ટકટ ફિટીંગ કરીને લાઈનો ઘરભેગી કરવામાજ રસ હોઈ તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે જોઆ અંગે લોકોના અને પશુના આરોગ્યની ચિંતા કરીને કામગીરી હાથધરે તેવી આરોગ્ય અને સ્થાનિકોની લોકમાગ ઉઠી છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.