Abtak Media Google News

એસટી ચેકીંગ ડ્રાઈવમાં બસ તેમજ સ્કુલ વાન સહિત ૨૨ વાહનો ડીટેઈન: ૭૫૦૦નો દંડ

રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ફરી એકવાર નિયમ ભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં થયેલા કિસ્સા મુજબ રાજકોટ એસ.ટી. અને આર.ટી.ઓ દ્વારા નિયમ ભંગ કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે અને સપાટો બોલાવી દીધો છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજ બપોર સુધી ૨૨ વાહનો ડીટેઈન કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી એસ.ટી. વિજિલન્સ ટીમ દ્વારા આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બેદરકારી કરીને ચલાવાતા વાહનોને ડીટેઈન કરાયા હતા. ઉપરાંત દા‚ પીને ચલાવાતા તેમજ પ્રદુષણ ફેલાવાતા વાહનો, નિયમથી વધુ ભરેલા મુસાફરો તેમજ બેદરકારી દાખવાતા વાહનો સામે એસ.ટી.વિજીલન્સ અને આર.ટી.ઓ દ્વારા લાલ આંખ કરી છે. આજ દિવસ દરમિયાન એસ.ટી. અને આરટીઓની સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાતા ૨૨ વાહનો સામે આકરી કાર્યવાહી કરી અંદાજે ૭૫૦૦નો દંડ ફટકાર્યો હતો. રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.  વધુમાં તેઓએ જણાવ્યું કે ૨૨ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ ચાર વોલવો બસો અને સ્કૂલ ઈકો વાન સહિતના વાહનોને અંદાજે ૭૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે અને રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા આગામી દિવસોમાં પણ બેદરકારી દાખવતા વાહનો સામે કડક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.