Abtak Media Google News

૧૦૦ મણનો પ્રશ્ર્ન :  શું “છૂટછાટ સાથે સલામતી જોખમાશે?

વડાપ્રધાન મોદી સાથે વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીઓનો એક જ સૂર : નિયંત્રણોની છૂટછાટ સાથે લોકડાઉનની સખ્તાઇ પણ જરૂરી

મેડિકલ પહેલા કોરોનાનો સામાજિક અંત?

વૈશ્ર્વિક મહામારી કોરોનાને લઈ જે આફત સર્જાઈ છે તેનાથી બહાર કેવી રીતે નીકળવું તે અંગે વિશ્ર્વ આખું ચિંતાતુર બન્યુ છે ત્યારે ભારતે ત્રીજા લોકડાઉનમાં જે આંશિક છુટછાટ આપી છે ત્યારે પ્રશ્ર્ન એ છે કે ૧૭ મે પછી લોકડાઉન વધશે કે કેમ ? વડાપ્રધાન મોદી સાથે રાજયનાં મુખ્યમંત્રીઓએ વિડીયો કોન્ફરન્સીંગ મારફતે વાત કરી હતી જેમાં નિયંત્રણની છુટછાટ સાથે લોકડાઉનની સખ્તાઈ પણ જરૂ રી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મુદ્દે રાજયનાં મુખ્યમંત્રીનો એક જ સુર વિડીયો કોન્ફરન્સીંગમાં જોવા મળ્યો હતો.

વડાપ્રધાન મોદીનાં જણાવ્યા મુજબ પ્રથમ લોકડાઉનમાં જે મુદ્દાઓને ધ્યાન પર લેવામાં આવ્યા હતા તેમાંથી આંશિક છુટછાટ બીજા લોકડાઉનમાં આપવામાં આવી હતી ત્યારે હવે ૧૭ મે બાદ જે લોકડાઉન અમલી બનાવવામાં આવશે તેમાં પણ થોડી વધુ છુટછાટ આપવામાં આવે તેવું હાલ જાણવામાં આવી રહ્યું છે.

કોરોનાનો ટ્રાન્સમિશન રેટ ઘટતાની સાથે જ આર્થિક વ્યવસ્થાને બેઠી કરવા માટેના પગલાઓ લેવામાં આવશે જે અંગે ગાઈડલાઈન પણ રજુ કરાશે. ૬ કલાક ચાલેલી વિડીયો કોન્ફરન્સીંગમાં ઘણાખરા રાજયોનાં મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી પરંતુ તેની સાથોસાથ છુટછાટો આપવાની પણ વાત કરી હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજયનાં મુખ્યમંત્રીઓ સાથે ૫મી વખત વિડીયો કોન્ફરન્સીંગ કરી હતી. દરમિયાન લોકડાઉન અને સ્થળાંતરીત શ્રમિકોના મુદ્દે પણ ચર્ચા થઈ છે. તેલંગણા, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ર્ચિમ બંગાળે લોકડાઉન વધારવાની હિમાયત કરી છે. કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ પણ રાજયનાં ચીફ સેક્રેટરી સાથે તથા હેલ્થ સેક્રેટરી સાથે વાતચીત કરી હતી અને રાજય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા વિશે વિચારવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. હાલ જે રીતે કોરોનાના કહેરમાં ઘટાડો જોવા મળ્યો છે અને જે ડબલીંગ રેટ નીચો આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં લોકડાઉન જો લંબાવવામાં આવશે તો સખ્તાઈ તો રખાશે જ જેથી લોકો આ વૈશ્ર્વિક મહામારીથી બચી શકે.

કોરોનાને લઈ હજુ તે અંગેની કોઈપણ દવાની શોધ કરવામાં આવી નથી તેમ છતાં લોકોનું માનવું છે કે, લોકડાઉન પૂર્ણ થશે તો તેની સાથે કોરોનાનો કહેર પણ મટી જશે પરંતુ ખરાઅર્થમાં તે યોગ્ય નથી. લોકોએ આ અંગે ખુબ જ સખ્તાઈથી વર્તન કરવુ પડે

તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. સરકાર લોકડાઉનમાં ભલે છુટછાટ આપે પણ તેની સામે જરૂરીયાત મુજબનાં પગલાઓ કે જે કોરોનાથી બચી શકાય તે લેવા ફરજીયાત બનશે.

વડાપ્રધાન કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ વડાપ્રધાન મોદીએ દ્રઢ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો અને લોકડાઉનમાં પ્રથમ ચરણમાં જે નિયમોની દરકરાર હતી તે બીજા ચરણમાં જરૂ રી ન હતી તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીનાં નિવેદનથી સંકેત મળે છે કે લોકડાઉનની મુદત ૧૭મી મે પછી પણ વધશે અને લોકડાઉનનો ચોથો તબકકો પણ શરૂ  થશે. તામિલનાડુ, બિહાર સહિત કેટલાક રાજયનાં મુખ્યમંત્રીઓએ ૩૧ મે સુધી લોકડાઉન ચાલુ રાખવાનું સુચન પણ કર્યું છે તો રાજસ્થાન સહિત કેટલાક રાજયોએ લોકડાઉનને ૩૧ મે સુધી વધારવાનો ફેસલો લઈ લીધેલ છે. એક અભ્યાસમાં એવો પણ દાવો થયો છે કે, લોકડાઉનનાં કારણે કોરોનાનાં કેસોમાં અનેકગણો ઘટાડો નોંધાયો છે જો લોકડાઉન ૨૪મી મે સુધી લંબાવાય તો કોરોના વધવાનો દર ૧ ટકાથી ઘટી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-૧૯ની સમીક્ષા બેઠકમાં ગામડાઓને કોરોના વાયરસની કટોકટીથી દૂર રાખવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન હળવું કર્યા બાદ આપણી સામે સૌથી મોટો પડકાર ગામડાઓને કોરોના મુક્ત રાખવાનો છે અને ગામડા કોરોના કટોકટીથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવું જ પડશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ લડાઈમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જ કારગર હથિયાર છે.

આજે સમગ્ર વિશ્વ કોરોના સંકટ સામે લડવા માટે ભારત દ્વારા ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી રહ્યું છે, તેના માટે તમામ રાજ્યોના પ્રયાસ પ્રશંસનીય રહ્યા છે. આ

  • બેઠકમાં તામિલનાડુના મુખ્યમંત્રીએ ૩૧ મે સુધી રાજ્યમાં ટ્રેન સેવા શરૂ ન કરવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રી પલનિસામીએ વડાપ્રધાનને કહ્યું હતું કે તેઓ તામિલનાડુમાં ૩૧ મે સુધી ટ્રેન સર્વિસની મંજૂરી ન આપે. તેમણે આ માટે ચેન્નાઈમાં કોવિડ-૧૯ના દર્દીઓની વધી રહેલી સંખ્યાનો હવાલો આપ્યો છે અને ૩૧ મે સુધી રેગ્યુલર એર સર્વિસ પર પણ પ્રતિબંધ રાખવામાં આવે.  વિશ્વએ કોવિડ-૧૯ રોગચાળાનો સામનો કરવા માટે ભારતના પગલાની પ્રશંસા કરી છે. ભારત સરકાર આ માટે તમામ રાજ્ય સરકારોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. આપણે આ જ જોશ સાથે આગળ વધતા રહેવાનું છે.

હવે આપણને સ્પષ્ટ ખબર પડી ગઈ છે કે દેશના કયા-કયા વિસ્તારોમાં કોરોનાનો સૌથી વધારે ખતરો છે અને હાલમાં કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં જિલ્લા સ્તરના અધિકારીઓને પણ ખબર પડી ગઈ છે કે આવા સમયમાં કયા-કયા પગલા ભરવા જોઈએ. કેબિનેટ સેક્રેટરીએ સોમવારે પણ રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે ભારત સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાની માહિતી આપી હતી. આપણે આગળ વધતા વધતા પોતાનું ધ્યાન ચેપને રોકવા અને તે સુનિશ્ચિત કરવાનું હશે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સહિત તમામ સાવચેતી રાખે. આ માટે આપણે બે ગજનું અંતર ને મહત્વ આપવાનું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત કરવું પડશે.

રાજય સરકાર દ્વારા હાર્ડવેર, ઈલેકટ્રીક સહિતની જે જીવનજરૂ રીયાતની ચીજવસ્તુઓ હોય તે તમામ દુકાનોને ખોલવાનો વિચાર પણ કરવામાં આવ્યો છે ત્યારે મીટીંગમાં એ વાતની પણ ચર્ચા કરવામાં આવી છે કે, જે જગ્યાઓ ભીડભાડવાળી હોય તેને હજુ પણ બંધ રાખવામાં આવશે.

જે બજારોને ખુલ્લી રાખવાની હિમાયત કરવામાં આવી છે તે તમામને સવારે ૭ વાગ્યાથી સાંજનાં ૫ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજુરી પણ મળે તેવી આશા હાલ સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ જો કોરોનાના કેસોમાં વધારો નોંધાશે તો રાજયમાં આપવામાં આવેલી છુટછાટને પાછી પણ ખેંચાઈતો નવાઈ નહીં. ૧૭મી મે પછી જયારે ચોથા તબકકાનુંજો લોકડાઉન કરવામાં આવે તો કેટલીક વધુ ગતિવિધિઓ શરૂ કરવાની પરવાનગી અપાશે.

  • ઘર વાપસીનો માનવ સ્વભાવ મોદી સરકારની ચિંતા વધારી રહ્યું છે!

લોકડાઉન વધુ લંબાવાતા પરપ્રાંતિય મજુરોને અને વિસ્થાપિતો તેમના વતન પરત જવા માટે જે મોમેન્ટ હાથધરી હતી તેનાથી ભારતભરમાં કોરોનાના સંક્રમણ વધવાનો ભય વ્યાપી ઉઠયો છે. ઘરવાપસી તે માનવ સ્વભાવ હોય છે તેમ વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ મારફતે જણાવ્યું હતું પરંતુ આજ શ્રમિકો અને પરપ્રાંતિય મજુરોની વતન વાપસી દેશ માટે અને સરકાર માટે ચિંતા વધારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે રાજયનાં મુખ્યમંત્રીઓને પણ તાકિદ કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર મહતમ પગલા પરપ્રાંતિય મજુરો માટે લઈ શકતું હતું

અને તેઓને જે-તે સ્થાન પર જ રોકી શકતી હતી પરંતુ હાલ જે ચિત્ર સામે આવી રહ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે પરપ્રાંતિય લોકોની વતન વાપસી સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે પરંતુ તમામ રાજયોમાંથી જે લોકો વતન પરત આવ્યા છે તે સર્વે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમો, ફરજીયાત માસ્કને પહેરવું સહિતનાં મુદાઓને રાજય સરકાર ગંભીરતાપૂર્વક લઈ રહી છે.

  • ફક્ત ત્રણ જ કલાકમાં ૫૪ હજાર લોકોની ટિકિટો બૂક થઇ ગઇ!

ટ્રેન માટેના બુકિંગ શરૂ  થયાના ફક્ત ત્રણ જ કલાકમાં ૫૪૦૦૦ મુસાફરો માટે અંદાજીત ૩૦૦૦૦ ટિકિટ બુક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં આઈઆરસીટીસી દ્વારા ૧૨ જેટલી ટ્રેન ચાલુ કરવાના નિર્ણય બાદ બુકિંગ શરૂ  કરાયું હતું. મુંબઈ સેન્ટ્રલથી નવીદિલ્હી સ્પેશ્યલ ટ્રેન માટે થ્રી-ટાયર એસી કલાસની ટિકિટ તો બુકિંગ ખુલ્યાની એક જ મીનીટમાં ફૂલ થઈ ગઈ હતી. એસી ટ્રેનની ટિકિટ વેંચીને રેલવેને રૂ ા.૧૦ કરોડનો નફો થયો છે. હાવડા, દિલ્હી, ચેન્નઈ સહિતના મોટા સ્ટેશનો માટેનો ટિકિટ બુકિંગમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, રેલવે વિભાગે દિલ્હીને જોડતી ૩૦ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. આ ૩૦ ટ્રેન દેશના વિવિધ મુખ્ય ૧૫ શહેરોથી ઉપડશે. રેલવેની ટિકિટ બુકિંગમાં મુસાફરોએ દાખવેલી ઝડપ લોકડાઉનમાં મુક્તિ માટે લોકોની અધીરાઈ તરફના

સંકેતો આપી રહ્યાં છે. ત્રણ કલાકમાં ૫૪૦૦૦ મુસાફરોની ટિકિટ બુક કરવાની પ્રક્રિયા દરમિયાન આઈઆરસીટીસીની વેબસાઈટ હેંગ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. કુલ કેટલા રૂપિયાની ટિકિટ બુક થઈ છે તે અંગે હજુ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી.

  • ભારતની આર્થિક રાજધાની જોખમમાં : મજૂરોથી લઈને રીક્ષા વાળાઓની વતન તરફની દોટ મુંબઈની વ્યવસ્થાને ખોરવશે!
  • મુંબઈના પાંચ હજાર રિક્ષાઓ અને બે લાખ સ્થાનાંતરિતોની વતન તરફ હિજરત

પંચરંગી પ્રજા ધરાવતું મુંબઈ શહેર દેશની આર્થિક રાજધાની ગણાય છે. ૨૪ કલાક ધમધમતું રહેતું મુંબઈ શહેરમાં રોજીરોટી માટે દેશભરમાંથી આવેલા કરોડો લોકો વસે છે. મુંબઈને સતત દોડતુ રાખવામાં લોકલ ટ્રેનોની સાથે ટેકસી અને રિક્ષા ચાલકો મહત્વપૂર્ણ ગણાય છે. ઉપરાંત, મજૂરો પણ મુંબઈનાં વેપાર-ઉદ્યોગોને ધમધમતા રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. મુંબઈમાં મજૂરોથી માંડીને ટેકસી, રીક્ષા ચાલકો મોટાભાગે પરપ્રાંતીય સ્થાનાંતરીતો છે. મુંબઈમાં હાલ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યું છે. અને દરરોજ મોટી સંખ્યામાં નવા કેસો નોંધાય રહ્યા છે. જેથી ડરેલા આ સ્થાનાંતરીતો હાથ લાગ્યુ તે વાહન લઈને કે પગપાળા પોતાના વતન પરત ફરવા હિજરત કરી રહ્યા છે.

જેથી મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર સ્થાનાંતરીતોનો અવિરત પ્રવાહ હિજરત કરતો જોવા મળી રહ્યો છે. અનેક મજૂરો ખૂલ્લા ટ્રકમાં માલસામાન નાખીને પરિવાર સાથે વતન તરફ આગળ વધી રહ્યા છે. સેંકડો મજૂરો પોતાના બાઈકો, ટુ વ્હીલર પર તો સેંકડો મજૂરો પગપાળા ચાલી રહ્યા છે. મુંબઈમાં રિક્ષા ચલાવતા પરપ્રાંતીયો પોતાની રિક્ષા લઈને વતન તરફ હિજરત કરી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં જ બે લાખ જેટલા સ્થાનાંતરીતોએ મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કર્યો હતો. જયારે મુંબઈમાં ચાલતો પાંચ હજાર જેટલી રિક્ષાઓ ગત શનિવારે માલેગાંવ ટોલ ગેટ પાસેથી પસાર થઈ હતી. સત્તાધીશો પણ આ લાખો હિજરતીઓની આરોગ્ય તપાસણી કરી શકતા નથી. કારણ કે આ સ્થાનાંતરીતોને રોકવામાં આવે તો પાછળ આવતી લાંબી કતારોને કારણે ટ્રાફીક જામ સહિતની અનેક મુશ્કેલીઓ ઉભી થવાની સંભાવના છે. મુંબઈ શહેરનાં હાથ પગ ગણાતા મજૂરોથી લઈને રીક્ષા વાળાઓની વતન તરફની દોટથી લોકડાઉન ખૂલશે ત્યારે મુંબઈની વ્યવસ્થાને મોટા પ્રમાણમાં ખોરવશે તેમાં બેમત નથી.

  • સતર્કતા નહીં રાખો તો ‘લોક-ઓપન’ ગંભીર પરિણામો લાવશે: ડબલ્યુએચઓની ચેતવણી

મહામારીના કારણે લાદવામાં આવેલું લોકડાઉન આગામી ૧૭મીએ પૂરું થવા જઈ રહ્યું છે. પરંતુ કેટલીક છુટછાટો સાથે લોકડાઉન લંબાય તેવી પણ વકી છે ત્યારે જો લોકડાઉન સંપૂર્ણ ખોલી નાખ્યા બાદ સર્તકતા નહીં રાખવામાં આવે તો ગંભીર પરિણામો આવશે તેવી ચેતવણી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જર્મની સહિતના દેશોના દાખલા આપ્યા છે. જર્મનીએ મહામારી પર કાબુ મેળવ્યા બાદ ધીમે ધીમે લોકડાઉન ઉઠાવવાનું શરૂ  કરતા એક સાથે અનેક કેસો સામે આવ્યા હતા. જો કે, સાઉથ કોરીયામાં લોકડાઉન ખોલ્યા બાદ રાખવામાં આવેલી સતર્કતાના કારણે મહામારીના કેસ ઓછા છે. પરંતુ નાઈટ કલબ સહિતના સ્થળોએ લોકોના ટોળા ઉમટતા ફરીથી કેસ સામે આવવાનું શરૂ  થયું છે. જો વાયરસને ઉથલો મારવા એક પણ તક મળશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ડબલ્યુએચઓના ઈમરજન્સી પ્રોગ્રામના હેડ ડો.માઈક રાયને કહ્યું હતું કે,

વિશ્ર્વના અનેક દેશો ફરીથી બજારો શરૂ કેમ કરવી તેની મુંઝવણમાં છે. ઘણા દેશોને મહામારી કાબુમાં પણ લેવી છે અને બજારો પણ ખોલવી છે જે શક્ય નથી. ધીમી ગતિએ લોકડાઉનને ઉઠાવી શકાય છે પરંતુ લોકડાઉન ઉઠી ગયા બાદ પણ લોકોના ટોળા એકઠા થશે કે કેસ પકડવામાં ક્યાંક ચૂક રહી ગઈ હશે તો ફરીથી કોરોના વાયરસ ઉથલો મારી શકે છે અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જ્યાં સુધી મહામારીની રસી શોધાઈ નથી ત્યાં સુધી વાયરસ સામે લડવાનો ઈલાજ સોશિયલ ડિસ્ટન્સીંગ જ ગણી શકાય. હાલ લોકડાઉન ખોલ્યા બાદ દાખવાયેલી બેદરકારીના કારણે સાઉથ કોરીયા, ચીન અને જર્મનીમાં કોરોના ફરી માથુ ઉચકી રહ્યો છે તેવો મત વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ વ્યકત કર્યો હતો.

  • લોકડાઉન લંબાવાતા આર્થિક અંધાધૂંધી ફેલાશે : આનંદ મહિન્દ્રા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કહેરને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો છે. આ લોકડાઉનના કારણે સમગ્ર દેશ થંભી જવા પામ્યો હતો. પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. હાલમાં અમલી લોકડાઉન-૩ પૂર્ણ થયે ફરીથી લંબાવવાની સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. ત્યારે લોકડાઉનને ફરીથી લંબાવવાથી દેશમાં આર્થિક અંધાધુંધી ફેલાશે તેવી સંભાવના અગ્રણી ઉદ્યોગકાર આનંદ મહિન્દ્રાએ વ્યકત કરી હતી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટવીટ કરીને જણાવ્યુંં હતુ કે લોકડાઉનના કારણે લાખો નાગરિકોના કોરોનાથી જીવ બચાવી શકાયા છે. પરંતુ હવે લોકડાઉન લંબાવવાથી સમાજના નબળા વર્ગોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે છેલ્લા થોડા સમયથી દેશમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારા સામે ચિંતા પણ મહિન્દ્રાએ વ્યક્ત કરી હતી. કોરોનાના કારણે વૈશ્ર્વિક સ્તરે દર હજાર દર્દીએ મૃત્યુની ટકાવાર ૩૫ અને અમેરિકામાં ૨૨૮ની છે ત્યારે ભારતમાં માત્ર ૧.૪ છે.જેને સારી બાબત ગણાવતા મહિન્દ્રાએ દેશમાં હવે મેડીકલ સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકયો હતો.

પરંતુ જીવન જીવવા માટે ધબકતું અને વિકાસતુ અર્થતંત્ર જરૂ રી છે. કોરોનાએ આપણા દેશના અર્થતંત્રને માંદગીનાં બિછાને પહોચાડી દીધું છે. જો લોકડાઉન વધારે લંબાવાશે તો દેશમાં આર્થિક અંધાધુંધી ફલાશે. મહિન્દ્રાએ સમાજના વૃધ્ધ અને બિમાર લોકોને કોરોનાથી બચાવવા પ્રયત્નો હાથ ધરવા પર ભાર મૂકતા ઉમેર્યું હતુ કે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે કારણ કે વાયરસને ટુરિસ્ટ વિઝા પર આવ્યો છે.જેમાં એકસપાયરી ડેટ નથી.

  • ૧૫મીથી અમદાવાદમાં રોકડ વ્યવહાર બંધ!!!

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની જવા પામ્યું છે. અમદાવાદના જુના વિસ્તારોની ગીચતાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમાં પણ શાકભાજી, દુધ અને અનાજ કરિયાણાની દુકાનો પર થતી લોકોની ભીડ અને રૂ પીયાની લેવડ દેવડના કારણે એકબીજાના સંપર્કમાં રૂ પીયાની આવવાથી કોરોના વાયરસ વધારે ફેલાતો હોવાનું ખૂલવા પામ્યું હતુ જેથી ગત અઠવાડીયે અમદાવાદ મહાનગરપાલીકા તંત્ર દ્વારા શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાનોને પણ ફરજિયાતપણે

બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી લોકોને ભારે મુશ્કેલી ઉભી થવા પામતા આગામી ૧૫મીથી અમદાવાદ શહેરમાં અનાજ કરિયાણા અને ફૂડ આઈટમની હોમ ડીલેવરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા તંત્રની ગઈકાલે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગેની માહિતી આપતા વરિષ્ટ સનદી અધિકારી રાજીવકુમાર ગુપ્તાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે શહેરમાં ૧૫મીથી સ્વીગી, વિગ બાસ્કેટ જેવી હોમ ડીલેવરી કંપનીઓ અનાજ કરીયાણા અને ફૂડ આઈટમોની હોમ ડીલેવરી કરી શકશે. પરંતુ તે માટે રોકડા વ્યવહાર નહી થાય શહેરીજનોએ ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે. આ માટે વિવિધ હોમ ડીલેવરી કંપનીઓનાં ૩૦ હજાર જેટલા ડીલેવરીમેનો કાર્યરત રહીને જીવન જરૂ રી ચીજ વસ્તુઓની કેશલેસ હોમ ડીલેવરી કરશે. ડીલેવરી મેનો માસ્ક, કેપ અને ગ્લોઝ પહેરવા ઉપરાંત તેમને તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત રહેશે. જેથી તેઓની નજીક કોરોના પોઝીટીવ દર્દી આવે તો તેમને ખ્યાલ આવી શકે ઉપરાંત, શહેરનાં ૧૭ હજાર અનાજ કરીયાણા, શાકભાજી અને દુધના વિક્રેતાઓને કેશલેશ પેમેન્ટ અંગેની સમજણ મનપાના સ્ટાફ દ્વારા આપીને તેમને ઓનલાઈન પેમેન્ટ એપ તેમના મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરીને તેના ઉપયોગ અંગેની સમજણ પણ આપવામાં આવી છે. કોરોના વાયરસ ચલણી નોટો પર લાગે તો ઘણા દિવસો સુધી તે અનેક લોકોને ચેપ લગાડી શકે છે. તેથી આ કેશલેસ પેમેન્ટનો નિર્ણય કરવાનું ગુપ્તાએ અંતમાં ઉમેર્યું હતુ.

  • લોકડાઉન ખોલવામાં આઇઆરસીટીસીની વ્યવસ્થા બેનમૂન ભાગ ભજવશે

મહામારી વચ્ચે ધીમી ગતિએ લોક-ઓપન થવાની શરૂ આત થશે તેવી અપેક્ષા છે. આ લોક-ઓપનની પ્રક્રિયા દરમિયાન આઈઆરસીટીસી મહત્વની ભૂમિકા ભજવશે. હાલ ટિકિટનું વેંચાણ રેલવે સ્ટેશનો પરથી થઈ રહ્યું નથી. બુકિંગ માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જવું પડે છે. વેબસાઈટના કારણે રેલવે સ્ટેશનોએ લોકોના ટોળા ઉમટતા નથી, પરિણામે સંક્રમણ વધશે નહીં. આઈઆરસીટીસીની વેબસાઈટમાંથી દિલ્હી જવા અગરતલા, હાવડા, પટના, રાંચી, ભૂવનેશ્ર્વર, સિકંદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, તિરૂ વનંતપુરમ, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, જમ્મુ-તાવી અને અમદાવાદ સહિતના ૧૫ સ્ટેશનોથી ઉપડતી ટ્રેનની ટિકિટ બુક થઈ હતી.  આ ખાસ ટ્રેનોમાં જનરલ ડબ્બા રહેશે નહીં અને મુસાફરો જે ડબ્બામાં બેસશે ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. જે મુસાફર પાસે ક્ધફર્મ ટિકિટ હશે તેને જ રેલવે સ્ટેશનમાં ઘુસવા દેવાશે. ક્ધફર્મ ઈ-ટિકિટ ધરાવનાર વ્યક્તિના વાહનને રેલવે સ્ટેશન સુધી જવા માટે છુટ મળશે. મુસાફરને માસ્ક પહેરવું પડશે અને ડબ્બામાં ચડતી-ઉતરતી

વખતે સેનેટાઈઝર અપાશે. તમામ મુસાફરોને થર્મલ સ્ક્રીનીંગ કરાવવું પડશે. આવા નિયમો પાડીને ધીમીગતિએ દેશમાં વાહન વ્યવહાર શરૂ થશે. આઈઆરસીટીસી દ્વારા કરાયેલી કામગીરીના પગલે આગામી સમયમાં લોકડાઉન ખોલવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.