Abtak Media Google News

બ્રિટનમાં માલ્યાની વિવાદાસ્પદ સંપતિઓ વિશે સ્પષ્ટ જાણકારી ન હોવાથી પૈસાની વસુલી કરવામાં ભારતીય બેંકો સામે નવી બાધા

લિકર કિંગ ના નામથી પ્રસિઘ્ધ અને ભારતમાં બેંકોનું ફુલેકુ ફેરવી વિદેશમાં ભાગી જનાર એવા ભાગેડુ વિજય માલ્યાને બ્રિટીશ કોર્ટમાં મોટી હાર મળી છે. જયારે ભારતીય બેંકોનો વિજય થયો છે.

માલ્યા સામે ભારતીય બેંકોનો બ્રીટીશ કોર્ટમાં વિજય થયો હોવા છતાં પણ દિલ્હી અભિ દુર હૈ તેમ કહી શકાય. કારણ કે વિજય માલ્યા પાસેથી રૂપિયાની વસુલી કરવી હજુ પણ એટલું જ મુશ્કેલ છે. જેટલું પહેલા હતુ. આ મામલે નવી બાધાઓ ઉભી થઇ છે.

મંગળવારે ઇગ્લેન્ડની કોર્ટે વિજય માલ્યાને મોટો ઝટકો આપતા ચુકાદો કર્યો હતો કે, ભારતીય બેંકો ઇગ્લેનડ અને વેલ્સમાં રહેલી માલ્યાની સંપતિને કાયદાકીય રુપથી જપ્ત કરી શકશે. જો કે ભારતીય બેંક પાસે હજુ ઓ ચોકકસ જાણકારી જ નથી કે વિજય માલ્યાની સંપતિ કયા અને કેટલી છે. યુકેની હાઇકોર્ટે તેના ફેંસલામાં કહ્યું હતું કે, માલ્યા પર ૯૦૦૦ કરોડથી વધારે રૂપિયાની કિંમતની બેંકલોન છે. જેની ભરપાઇ  ભારતીય બેંકો તેની સંપતિ વેંચી  શકે છે.

ભારતને યુકેની હાઇકોર્ટ પાસેથી જે દસ્તાવેજો મળ્યા છે તેમાં કહેવાયું છે કે, બ્રિટનમાં માલ્યાની વર્તમાન સંપતીઓ અસ્પષ્ટ અને ગુંચવણ ભરી છે આથી બેંકો માટેએ શોધ કરવી અત્યંત મુશ્કેલ છે કે માલ્યાની સંપતિઓ ખરેખર તેની છે કે નહિ ? બ્રિટન હાઇકોર્ટમાં ભારતીય બેંકોનું પ્રતિનિધિત્વ કરનાર નિગેલ તોજી કયુસી દ્વારા સોંપાયેલા નિવેદનમાં કહેવાયું કે માલ્યા શંકાસ્પદ અને ગુંચવણ ભરેલી સંપતિઓના માલીક છે. માલ્યા પર ભારે દબાણ કર્યા બાદ પણ તેણે તેની સંપતિઓ વિશે સ્પષ્ટ જાણકારી આપી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.