Abtak Media Google News

ત‚ણીને કુવારી માતા બનાવનાર મામાનો દિકરા સામે એક માસ પહેલાં બળાત્કારનો ગુનો નોંધાયો’તો

વિસાવદર તાલુકાના મોટા કોટડાની સગીર બાળા પર નવેક માસ પહેલાં મામાના દિકરાએ બળાત્કાર ગુજાર્યા બાદ પિડીતાએ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. વિસાવદર પોલીસે એકાદ માસ પહેલાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાના મામાના દિકરા સામે બળાત્કારનો ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા કોટડાની ૧૪ વર્ષની ત‚ણીને લગ્નની લાલચ દઇ તેના જ ગામમાં રહેતા મામાના દિકરા રાકેશ રામજી સોલંકી નામના શખ્સે નવેક માસ પહેલાં બળાત્કાર ગુજાર્યો હતો. ત‚ણી સર્ગાભા હોવાની પરિવારને રાકેશ સોલંકીએ બળાત્કાર ગુજાર્યાની જાણ થતા રાકેસ સોલંકીને લગ્ન કરી લેવા જણાવતા તેને લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા ગત ઓકટોમ્બર માસમાં રાકેશ સોલંકી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો હતો.

પિડીતાને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મોડીરાતે તેણીએ બાળકીને જન્મ આપતા કુવારી માતા બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.