Abtak Media Google News

ડાન્સ બાર વિશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા વિશે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમના નિર્ણય પ્રમાણે હવે મુંબઈમાં ફરી ડાન્સ બાર ખુલી શકશે. કોર્ટે શરતો સાથે ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી દીધી છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે કહ્યું હતું કે, નવો કાયદો બંધારણની સીમામાં આવવાની સાથે સાથે ગેરકાયેદસર ગતીવિધિઓ અને મહિલાઓના શોષણને પણ રોકે છે.

સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું છે કે, ડાન્સ બારમાં હવે પૈસાનો વરસાદ કરી શકાશે નહીં. તે ઉપરાતં ડાન્સ બાર વિસ્તારમાં સીસીટીવી કેમેરાની જરૂર પણ નથી. કારણે કે આ લોકોની પ્રાઈવેસીનો સવાલ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વર્ષ 2005 પછી સરકાર દ્વારા એક પણ ડાન્સ બારનું લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી.

હાલના નિયમોના આધાર પર ડાન્સ બાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય નહીં. ગયા વર્ષે 30 ઓગસ્ટે દરેક પક્ષની દલીલ સાંભળીને સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.