વાપીમાં ધીરજમૂનિ પ્રેરિત આચારાંગ સૂત્રની લોકાર્પણ વિધિ

સ્થાનકવાસી જૈન સંઘ. જી.આઈ.ડી.સી. ખાતે પૂ. ધીરગૂરૂદેવના આજ્ઞાનુવર્તી સાધ્વીજી પૂ. વિમલાજી મ.સ. તથા પૂ. સુપ્રિય દર્શનાજી આદિ ઠાણાની નિશ્રામાં વર્ધમાન તપ આરાધક પૂ. પદ્માજી મ.સ.ની ૮૦મી આયંબીલ ઓળીના પારણા પ્રસંગે સાંજી વગેરરે તેમજ તપ અનુમોદના મધ્યે શ્રાવક જીવન ઉપયોગી આચારાંગ સૂત્ર અને વિરતિના વૃંદાવનમાં વાર્ષિક નિયમાવલીની લોકાર્પણ વિધિ શ્રી વીરેન્દ્રસિરોયા, શૈલેશ સંઘવી, લલીત કોઠારી, ચંદ્રકાંત મહેતા, જશુભાઈ શાહ તેમજ વસુબેન, દિલખુશબેન, મંજુલબેન, કિરણબેન, રંજનાબેન નેહાબેનના હસ્તે કરાયેલ સમારોહ બાદ સંઘ ભકિત રાખેલ પૂ. વિમલાજી મ.સ. અત્રેથી કઠોર તરફ પધારશે જયાં તા.૨૪.૧૨ના ઉપાશ્રય નૂતનીકરણ સમારોહ યોજાશે.

Loading...