Abtak Media Google News

કરોડો રૂપિયાના બોગસ બિલો બનાવી સરકારને ટેક્સનું નુકસાન કરાવતી કંપનીઓ પર કોમર્શિયલ ટેક્સ (વેટ) વિભાગે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. વેટની ટીમે બોગસ બિલિંગ કરતી ૨૭ કંપનીઓ પર દરોડા પાડીને કૂલ  ૧૩૪૮ કરોડના બોગસ વ્યવહારો શોધી કાઢ્યા છે. આ બોગસ વ્યવહારો કરી સંચાલકોએ રૂપિયા ૬૭.૫૨ કરોડનો સરકારને ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ખોખરામાં ડિટર્જન્ટ અને ફિનાઇલનો ધંધો કરતો નરોડાનો નિલેશ સ્વરૂપચંદ માળી આ કૌભાંડનો સૂત્રધાર હોવાી વેટની ટીમે તેના રહેણાંક સહિતના ઘણા સ્ળે દરોડા પાડીને તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો  ૭ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.

વેટના અધિકારીઓને બાતમી મળી હતી કે નિલેશ માળી અને તેની સો સંકળાયેલા કેટલાક લોકો બોગસ બિલો રજૂ કરી કરોડો રૂપિયાની વેટ ચોરી કરી રહ્યા છે. વેટના અધિકારીઓ નિલેષ માળી અને તેની સો સંકળાયેલા લોકોની કૂલ ૨૭ પેઢીઓ પર સાગમટે દરોડા પાડીને તેમની ચેકબુક, ડાયરીઓ. બેંકના ફોર્મ્સ, કોમ્પ્યૂટર, સીપીયુ તા અન્ય ઘણું સાહિત્ય કબજે લીધું હતું. અધિકારીઓને ઘણા ડિઝિટલ ડેટા પણ મળ્યા હતા. આ તમામ ડેટા ચેક કરતાં ઠગ ટુકડીએ ૧૩૪૮ કરોડના બોગસ બિલો રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. સો સો અધિકારીઓને અનેક પેઢીઓના વેચાણ બીલોના કોરા ટેમ્પલેટ્સ, લેટર હેડ ઇશ્યુ કરેલા વેચાણ બિલોની ઇમેજીસ, સંખ્યાબંધ પેઢીઓના વેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટસની નકલો, ખાતાની વેબસાઇટ પરી જનરેટ કરાયેલી સંખ્યાબંધ સી ફોર્મ્સની નકલો, વેટ સીએસટી પત્રકો ભરવા માટેની વિગતો, પરચેઝ રજિસ્ટર, ટેલી એકાઉન્ટીંગ સોફેટવેરના ડેટા વગેરે મળી આવતા તે સાહિત્ય કબજે લઇ તેની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. વેટના અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.