ધોરણ 10ની પરીક્ષાના ફૉર્મ ભરવાની તારીખ 10 દિવસ લંબાવાઈ

91

1 ડિસેમ્બરને બદલે 10 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાનાર ધોરણ.10ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 10 દિવસ લંબાવામાં આવી છે જે 1 ડિસેમ્બરને બદલે 10 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
શિક્ષણ વિભાગના સચિવએ જાહેર કરેલ અખબાર યાદીમાં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાની સાથે લેઈટ ફીનો તબક્કો પણ જાહેર કર્યો છે જેમાં પ્રથમ તબક્કામાં 11થી 20 ડિસેમ્બર સુધીની લેઈટ ફીના રૂ.250, 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના રૂ.300 અને 31 ડિસેમ્બર ફક્ત એક જ દિવસ માટે રૂ.350 લેઈટ ફી લેવામાં આવશે.
વિદ્યાર્થીઓનું પ્રિન્સીપાલ એપૃવલ બાકી હોય તો તે પણ 31ડિસેમ્બર સુધીમાં કરાવી લેવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે રેગ્યુલર ફીમાંથી વિધાર્થીનીઓ અને દિવ્યાંગો વિદ્યાર્થીઓને મુક્તિ મળશે પરંતુ પરીક્ષા ફોર્મ ભરવામાં રેગ્યુલર ફીની તારીખ પુર્ણ થયા બાદ લેઈટ ફીમાં કોઈપણ વિદ્યાર્થીઓને મુક્તિ મળશે નહીં.
Loading...