યાત્રા શબ્દનો ઉપયોગ કરવાની છૂટ રાજકીય ક્ષેત્રને નહોતી આપવી જોઈતી અને…

107

યાત્રા શબ્દનો ઉપયોગ કરવાની છૂટ રાજકીય ક્ષેત્રને નહોતી આપવી જોઈતી અને અધાર્મિક તથા અપ્રમાણિક લોકોના હાથે શુભકાર્યોનાં આરંભ તથા સમર્પણ વિધિઓ કરાવવા પર પ્રતિબંધો હોવા જોઈતા હતા: એક આદર્શ બાલમંદિરનાં પ્રવેશ દ્વારે કોઈ અજાણ્યા હાથો બોર્ડ મૂકી ગયાની અજબ જેવી ઘટના !

ટ્રમ્પનાભારત-પ્રવાસને શિવરાત્રિના અતિ પવિત્ર પર્વ કરતાંય વધુ ઉત્સવભીનો શું કામ બનાવાયો અને ગરીબાઈમાં સબડતા કરોડો લોકોની ગરીબી મીટાવવા માટે ખર્ચવા જોઈતા કરોડો રૂપિયા આપણા દેશની સવા અબજ જેટલી પ્રજા જેમને સાચા સ્વરૂપમાં ઓળખતી નથી એવા અને ‘અમેરિકા ફોર અમેરિક્ધસ’ તથા ‘મોદી કરતાં અમેરિકનું હિત વધુ વ્હાલું લાગે’ એવાં ગાણાં ગાઈ ચૂકેલા ટ્રપની ખુશામતખોરી કરવામાં શુકામ વેડફી નખાયા એવા સવાલો દેશની પ્રજાને અકળાવી રહ્યા છે !

આ લખાય છે ત્યારે આપણા દેશના કરોડો ગરીબો વીંછીના ડંખ જેવી અકળામણ અનુભવતા હોવાનો ખ્યાલ ઉપસે છે !

આ અકળામણ ભલે ગરીબોની વધારે છે, તેમ છતાં આ દેશની સવા અબજ જેટલી કુલ વસતિની છે મૂઠ્ઠીભર સ્વાર્થી અને દેશનાં ભોગે પોતાના નિજી હિતોને સર્વસ્વ ગણતા લોકોની એમાંથી બાદબાકી થઈ શકે !

આમાં સૌથી મોટો ઉકળાટ અને ધગધગતી અકળામણ એ વાતની છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અને તેમના પરિવારના ભારત-પ્રવાસને આપણા દેશ તથા આપણા દેશની ધર્મભીની પ્રજાના અતિ પવિત્ર પર્વ કરતાંય વધુ ઉત્સવભીનો શું કામ બનાવાયો અને અસહ્ય ગરીબાઈમાં સબડતા કરોડો આબાલ વૃધ્ધ લોકોની ગરીબાઈ મીટાવવા અને ભારત પોતાની માતૃભૂમિ બની તેવો અફસોસ દૂર કરવા માટે ખર્ચના જોઈતા કરોડો રૂપિયા આપણા દેશની આમ પ્રજા જેમને સાચા સ્વરૂપમાં ઓળખતી પણ નથી એવા અને ‘અમેરિકા ફોર અમેરિક્ધસ’ તેમજ મોદી ગમે છે, પણ એમના કરતાં અમેરિકાનું હિત વધુ ગમે છે એમ ખૂલ્લેઆમ કહી ચૂકેલા ટ્રપની ખુશામતખોરી કરવામાં શું કામ વેડફી નખાયા એવા સવાલો આપણા દેશની પ્રજાને અકળાવી રહ્યા છે.

આપણા વડાપ્રધાન અને તેમની સરકાર તેમજ આપણા ગુજરાતનાં મુખ્યમંત્રી અને તેમની સરકાર જરાય ઓછા વતનપરસ્ત નથી, પરંતુ આપણા દેશની ગરીબ પ્રજાના હિતોનાં ભોગે આટલો જંગી, નાણાનો તેમજ સમયનો દૂર્વ્યય થઈ રહ્યો છે. એ જોઈને ઝુંપડપટ્ટીઓમાં રહેતી અર્ધભૂખી તથા અર્ધનગ્ન નારીઓ ચોધાર આંસુએ રૂવે અને સંભવત:કળકળતી આંતરડીઓ શ્રાપ પણ આપી બેસે તો શું ટ્રપ સાહેબ અને એમની ખુશામતખોરી કરતા નેતાઓ એને આશ્ર્વાસન આપી શકશે?

આપણા હિન્દુસ્તાનને અંગ્રેજી સલ્તનતની કારમી ગુલામીમાંથી અને બેઆબરૂ-હાલતમાંથી મૂકત કરવા માટે બંદૂકો તોપો સામે બાથ ભીડી અને મોંઘેરા પ્રાણની આહૂતિઓ આપી તે શું ગરીબ મા-બહેનોનાં સુખશાંતિના ભોગે ટ્રપની ખુશામત કરવા માટે આપી હતી?

આખરે બ્રિટીશ સત્તાની ગુલામી અને અમેરિકાની ગુલામી વચ્ચે શું ભેદ હોય ? શ્રી મોદી અને તેમની સરકાર કઈ ગરજને કારણે, ને કયાં હિતોનાં કારણે આપણે ત્યાં પ્રવર્તતી ગરીબાઈને અવગણે છે. અને વિદેશીસત્તાને ગળે લગાડે છે, ને છાતીએ ચાંપે છે?

આપણા દેશની કે વિશ્ર્વના કોઈપણ દેશની વિદેશનીતિ પોતાના દેશનાં હિતોને અને વિકાસને અનુલક્ષીને જ હોય એ કબૂલ, પરંતુ એમાં વ્યકિતગત રાજકીય હિતો કે પોતાના રાજકીય પક્ષના હિતોને જ પોષે એવી હોઈ શકે નહિ, ટ્રમ્પ એમના પોતાના અને અમેરિકાના હિતો માટે મથે એ સમજી શકાય, પણ પોતાના પ્રતિસ્પર્ધી દેશનું બૂરૂ થાય એમ વર્તે તો તે સરવાળે તો અહિતકારી જ નીવડે એવી અપેક્ષા રાજદ્વારી નીતિમતા રાખે જ. એને કોઈ પણ રાજપુરૂષ પોતાના વ્યકિતગત લાભ-શુભને ખાતર ઉવેખે તે હિતશત્રુતા જ સર્જે એ વાત મદમાં છકેલા હોય તેમ ટ્રપના ધ્યાનમાં રહી નથી. લાગતી ! અતિશય મદ દુષ્ટતાનું મૂળ છે આપણા સત્તાધીશોએ ‘નમસ્તે’ના અને તેમને રાજી રાજી કરવા માટે એક કરોડ લોકોને એકત્ર કરી દેવાના નશા દ્વારા એમને પૂરૂપાડયું હોવાની છાપ ઉપસે છે. આપણા નેતાઓ અને આપણો દેશ કોઈને કોઈ શુભ-ગણતરીનાં આધારે આગળ વધ્યો હોવો જોઈએ એ ખરૂં, પણ આમઆદમી, અને તે પણ કરોડો આમ આદમીનાં જીવનમરણનાં મુદ્દે કરોડો રૂપિયાનો દૂર્વ્યય થયો હોવાનું એ ગરીબો-દરિદ્રોજાણે ત્યારે શું થાય ?…

અહી એક એવો તર્ક પણ ઉપસે છે કે, આપણે ટ્રમ્પના ભારત આગમનને ભારત યાત્રા કહીએ છીએ. પરંતુ ‘યાત્રા’ શબ્દમાં તો ધર્મનો પ્રાણ છે. અને પૂણ્યને પડછાયો છે.

રાજકીય ને રાજદ્વારી ગતિવિધિઓ માટે રાજદ્વારી ક્રિયા-પ્રક્રિયાઓ માટે ‘પ્રવાસ’ શબ્દ અને ‘મુલાકાત’ શબ્દનો પ્રયોગ જ સુયોગ્ય લેખાય, જો યાત્રા શબ્દ વપરાય તો તેના ઉપયોગમાં કોઈ પણ પ્રકારનાં કાવાદાવાઅને છળકપટની છાંટ ન શોભે !

અહી એક મજાની વાત છે. એક આદર્શ બાલમંદિરનાં પ્રવેશ દ્વારે કોઈ અજાણ્યા હાથો એક એવું બોર્ડ લટકાવી ગયા છે. કે, ‘યાત્રા શબ્દનો ઉપયોગ કરવાની છૂટ રાજકીય અને રાજદ્વારી ક્ષેત્રને નહોતી આપવી જોઈતી, અને અધાર્મિક તેમજ અપ્રમાણિક લોકોના હાથે શુભકાર્યોના આરંભ તથા અર્પણ-લોકાર્પણ -સમર્પણ વિધિઓ કરાવવા ઉપર પ્રતિબંધો હોવા જોઈતા હતા.

આ બાલમંદિરની આવી રજૂઆતમાં દમ છે જ. આપણી વેદિક સંસ્કૃતિનો, હિન્સ્તાની સંસ્કારનો અને દેવભૂમિમાં પ્રવર્તતી મનાતી સભ્યતાનો આમાં ધ્વનિ છે.

બાલ મંદિરનું આ બોર્ડ ભલે ટ્રમ્પ-પ્રકરણમાંથી ઉદભવ્યું હોય, પણ એ સુયોગ્ય હોવાની છાપ ઉપસાવે છે. આપણા રાજકીય ક્ષેત્રે આવી સંશુધ્ધિ અને વિશુધ્ધતા પવિત્રતા પ્રસ્થાપિત થાય અને આપણા રાષ્ટ્રના વિશાળ હિતોને મોખરે રાખવાનો ધર્મ બજાવાતો રહે અમે કોણ નહિ ઈચ્છે ?

Loading...