Abtak Media Google News

ઉપલેટા  નગરપાલિકા વોર્ડ નં.૯ ના નગર સેવક રિયાજભાઇ હિગોરા દ્વારા સ્વખર્ચે ગરીબ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી નગર સેવકનું ઉમદા ઉદાહરણ પુરુ પાડયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને નબળા વર્ગ લોકો માટે આશીર્વાદ સમાન આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડમાંથી પરિવાર ને પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય કરી આપવામાં આવે છે આયુષ્યમાન ભારત કાર્ડ છુલ્લા ત્રણ માસથી દરેક શહેરોમાં કાઢી આપવામાં છે મોટાભાગના લોકોએ આ કાર્ડ કઢાવી પણ લીધા છે. ત્યારે વોર્ડ નં.૯ જાગૃત નગર સેવક રિયાજભાઇ હિગોરા તેમજ પૂર્વ નગર સેવક રજાકભાઇ હિગોરાપોતાના વોર્ડમાં તપાસ કરતાં ૧૦૦ જેટલા લોકોએ આ કાર્ડ પૈસાને હિસાબે કઢાવી શકતા નહોતા આ વાતની ગંભીર નોંધ લઇ રિયાજભાઇ હિગોર તેમજ રજાકભાઇ હિગોરા તત્કાલીક આયુષ્યમાન ભારત કાર્ડ કાઢતી કંપનીના કોન્ટેક કરી બાકી રહીગયેલા ગરીબ અને નબળા વર્ગના નામો ગોતી તેમના પરિવારના સંપર્ક કરી તાત્કાલીક ધોરણે આવા પરિવાર ગંભીર બીમારીની સારવા વિના મૂલ્યેમાં મેળવી શકે તે માટે ૧૦૦ થી વધુ પરિવારેને પોતાના ઘરે બોલાવી સ્વખર્ચ કાર્ડ કાઢી આપ્યા. આ ઉપરાંત હિંગોરા પરિવાર દ્વારા સ્વખર્ચે પાણીની લાઇન નાખી ૭૦૦ પરિવારોને પાણી પહોચાડયું હતું. તેમના આ સેવાભાવનાથી વોર્ડ નં.૯ ની જનતામાં તેઓ લોકપિય બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.