Abtak Media Google News

પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકતો શરૂ કરી છે. ભારતે એક વખત ચેતવણી આપ્યાં છતા પાકિસ્તાને ઉરી સેકટરના ચરુંદામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલાં ફાયરિંગમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે પેડ સ્નાઈપરની મદદ લઈ રહ્યાં છે, જે માટે યોજના પણ બનાવી છે. આ અંગે ભારતીય જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.

પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિ બની રહે- BSFના IG

BSFના IG સોનાલી મિશ્રાએ કહ્યું કે, “પાકિસ્તાન નથી ઈચ્છતું કે શાંતિનો માહોલ બની રહે અને તેથી વારંવાર સીઝફાયર તોડે છે. ગઈકાલે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો”

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જે બાદ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.

પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવે છે, જેનો ભારતીય જવાન જડબાતોડ જવાબ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.