Abtak Media Google News

કોંગ્રી સિન્ડીકેટ સભ્યોએ હાઈકોર્ટના નિવૃત જજની તપાસ સમિતિની કરી માંગ

પરીક્ષા ચોરીમાં કુખ્યાત ગોંડલની એમ.બી.આર્ટસ અને જસદણની એમ.ડી.કહોર કોલેજને ફરી પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

આગામી જુલાઈ માસના પ્રથમ કે દ્વિતીય સપ્તાહમાં પીજીની પરીક્ષા લેવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તૈયારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડના માચડારૂપ સમાન કોન્વોકેશન હોલના બાંધકામ મામલે આજની સિન્ડીકેટમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ સમગ્ર મામલે સરકારમાં ૩૦ જૂન પહેલા રિપોર્ટ મોકલવામાં આવશે. જો કે, કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યો ડો.હરદેવસિંહ જાડેજા અને ડો.ધરમ કાંબલીયા દ્વારા વીસી, પીવીસીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સમગ્ર મામલે હાઈકોર્ટમાં નિવૃત જજની સમીતીની રચના કર્યા બાદ દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા યોજવી કે નહીં અને યોજવી તો ક્યારે પરીક્ષા લેવી તે અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી અને અંતે નક્કી થયું હતું કે, હવે પછી યુજીસી કે રાજ્ય સરકારની કોઈ ગાઈડ લાઈન નહીં આવે તો આગામી જુલાઈ માસના પ્રથમ કે બીજા સપ્તાહમાં પીજી કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.

આ ઉપરાંત ગોંડલ અને જસદણની બન્ને કોલેજોને ફરીથી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવવાની સિન્ડીકેટમાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ગોંડલની એમ.ડી.કહોર અને જસદણની એમબી.આર્ટસ કોલેજને ટ્રાયલ બેઝ પર ફરીથી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આ સીવાય વાત કરવામાં આવે તો સિન્ડીકેટની બેઠકને અંગ્રેજી ભવનમાં પીએચ.ડી. પ્રવેશમાં થયેલી ગેરરીતિ અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અંગ્રેજી ભવનના પ્રો.જયદિપસિંહ ડોડીયા અને ભવનના વડા બન્નેને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના ૫૫માં વાર્ષિક પદવીદાન સમારોહની તારીખના મુદ્દે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી પદવીદાન સમારોહ યોજવો કે નહીં તે અંગે સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે. અને ત્યારબાદ પરિસ્થિતિને જો તા જો પદવીદાન સમારોહ યોજાય તેમ નહીં હોય તો ઓનલાઈન પદવીદાન સમારોહ યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮માં તત્કાલીન કુલપતિ કમલેશ જોષીપુરા અને ઉપકુલપતિ કલ્પક ત્રિવેદીના કાર્યકાળમાં કોન્વોકેશન હોલનું બાંધકામ શરૂ થયું હતું. પરંતુ કોન્ટ્રાકટર કામ મુકી ભાગી જતા હાલની તકે કૌભાંડનો માચડો ઉભો થયો છે. રાજ્યની જાહેર હિસાબ સમીતીએ કરેલી તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવા અને બાંધકામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિ. ૩૦ જૂન પહેલા રાજ્યની હિસાબ સમીતીને ફરી એકવાર રિપોર્ટ સોંપશે. આ ઉપરાંત આજની સિન્ડીકેટમાં કૌભાંડના માચડા‚રૂપ સમાન કોન્વોકેશન હોલના બાંધકામ માટે જે તે દોષીતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર મામલે નિવૃત જજની તપાસ સમીતીની રચના કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.