Abtak Media Google News

કેરળમાં ભારે વરસાદ અને પુરથી જાનમાલની ભારે નુકશાન પહોંચ્યું છે. બે લાખી વધુ લોકો બેઘર બની ગયા છે ત્યારે કેરળમાં ભારે વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યાં છે. જેને લઈ દેશભરની અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કેરળમાં પીડીતોની મદદ પહોંચ્યા છે1 77ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કેરળના પુરગ્રસ્તો લોકોની વ્હારે છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેરળના પુરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવે, રજીસ્ટ્રાર ધીરેન પંડયા અને યુનિવર્સિટીના નીતુબેન કનારા દ્વારા આ મુહીમ હાથ ધરવામાં આવી છે.3 50 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમજ દરેક ભવનના વિર્દ્યાથીઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું અને આ બધુ જ ફંડ કેરળના પુરગ્રસ્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.