Abtak Media Google News

કોઈપણ દેશના વિકાસ માટે લઘુમતી સમાજનો ફાળો હંમેશા અહમ રહેછે

કોઈપણ દેશ માટે લઘુમતી સમાજ અને લઘુમતીમાં રહેલી જ્ઞાતીઓ ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે પાકિસ્તાનમાં ૯૮ ટકા મુશ્લીમ લોકો રહે છે અને માત્ર ૨ ટકા જ લઘુમતીઓ રહે છે. તેમ છતાં પણ બહુમત હોવા છતાં મુશ્લીમ લીગ શુંકામે જીતતી નથી તે એક પ્રશ્ર્નાર્થ ચિન્હ છે. ત્યારે જે દેશ માઈનોરીટી તરફનું વલણ હકારાત્મક નહીં રાખે તો તે જે તે દેશ માટે નુકશાનકારક સાબીત થશે. કારણ કે, જો જ્ઞાતિ આધારીત ચૂંટણી લડાતી હોત તો જે તે દેશમાં મહત્તમ જ્ઞાતિનો દબદબો હોય તો તે જ જ્ઞાતિ વિજેતા થતી હોય પરંતુ તેવું નથી. ચૂંટણી જ્ઞાતિ આધારીત નહીં પણ વિકાસના મુદ્દે લડાતી હોય છે ત્યારે જયારે ‘મેરા ભારત મહાન’ કહેવામાં આવે છે તો એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારતમાં અનેક પ્રાંત અને ભાષા અને અનેક જ્ઞાતિઓ રહેલી છે. ત્યારે ભારત આ તમામ જ્ઞાતિઓ અને તમામ પ્રાંતો સાથેના લોકોનું વલણ ખુબજ હકારાત્મક રાખે છે એટલે જ ભારત દેશની એક આગવી ઓળખ ઉભી થઈ છે.

ચૂંટણી સમયે લોકો પણ સમજે છે કે, મત જ્ઞાતિ આધારીત નહીં પરંતુ વિકાસના આધારે અપાય. જે દેશમાં માઈનોરીટી એટલે કે લઘુમતી સમાજના લોકો સાથે અન્યાય થતો હોય તે દેશ કોઈપણ રીતે આગળ વધી શકે નહીં અને જે વિકાસના દ્વાર હોય તો પણ બંધ થઈ જતાં હોય છે જે પરિસ્થિતિ હાલ પાકિસ્તાનની જોવા મળી છે.

ભારત દેશમાં અનેક લઘુમતી સમાજો રહેલા છે જે ભારતના અર્થતંત્રમાં પણ સિંહફાળો આપે છે ત્યારે અમેરિકાએ જે વલણ સ્પષ્ટ કર્યું છે તેને નકારી શકાય નહીં કારણ કે પાકિસ્તાનમાં રહેલા લઘુમતી સમાજના લોકો માટેનું જે વલણ પાક. સરકાર દાખવી ર્હયું છે તે સહેજ પણ યોગ્ય ન કહી શકાય. ત્યારે વિવિધ દેશો પાકિસ્તાન તરફથી અણગા થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ભારત દેશની તુલના જો પાક. સાથે કરવામાં આવે તો ભારત તમામ લઘુમતી સમાજ પર સભર અને સમાન રીતે ધ્યાન રાખે છે અને તેમના ઉત્થાન માટે પણ પ્રયત્નશીલ રહે છે. ત્યારે પાકિસ્તાને જો ભારતની જેમ વિકાસના પથ પર આગળ વધવું હશે તો તેમના જે લઘુમતી સમાજ છે તેમના પર પણ તેઓએ સમાન રીતે હકક અને સમાનતા આપવી ફરજીયાત બનશે.

કહેવાય છે કે, ભારત દેશમાં ‘ચા’વાળા પણ ભારતના વડાપ્રધાન બની શકે છે. આ એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે કે ઘાંચી સમાજના લોકો ગુજરાતમાં ખૂબજ ઓછા છે તેમ છતાં તે જ સમાજનો એક વ્યક્તિ ભારતનું વડાપ્રધાન પદ શોભાવી રહ્યાં છે અને ભારત માટે વિકાસના નવા રસ્તાઓ પણ કંડારી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાનમાં જે ૨ ટકા લઘુમતી સમાજ છે જો તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં નહીં આવે તો હાલ જે પાકિસ્તાનની સ્થિતિ છે તેનાથી પણ ખરાબ સ્થિતિમાં પાકિસ્તાન દેશ મુકાઈ જશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.