યુએઈએ પાકિસ્તાનીઓ સહિત ૧૧ દેશોના લોકો માટે દરવાજા બંધ કર્યા

કોરોનાએ વિશ્વઆખાને હચમચાવ્યુ…

તૂર્કી, યમન, સિરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના નાગરિકોના વિઝા ઉપર કામચલાઉ પ્રતિબંધ

કોરોના વાયરસની મહામારીના પગલે અનેક દેશો આઇસોલેટ થયા છે. જે દેશોમાં મહામારી સતત વધે છે ત્યાંના નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાય ચૂક્યા છે. અત્યારે કોરોના વિરોધી રસી ઉપલબ્ધ નથી ત્યારે આઇસોલેટ કે સોશિયલ ડિસ્ટન્સ રોગ સામે લડવાનો મુખ્ય ઉપચાર છે. આવા સમયે યુએઇએ પણ કોરોનાના વધુ કેસ ધરાવતા કેટલાક દેશોથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે

યુનાઇટેડ આરબ અમીરાતે પાકિસ્તાન અને બીજા કુલ ૧૧ દેશોના મુલાકાતીઓને નવા વિઝા આપવા પર બુધવારે કામચલાઉ પર પ્રતિબંધ મૂક્યો છે, એમ વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું. યુએઇએ પ્રતિબંધ જાહેર કર્યો છે એવા મોટા ભાગના દેશો મુસ્લિમ દેશો છે. આ દેશોમાં તૂર્કી, યમન, સિરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો.

વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું. જો કે યુએઇએ એવી સ્પષ્ટતા કરી હતી કે જેમને અગાઉ વિઝા અપાઇ ગયા છે એવા લોકોના વિઝા માન્ય ગણાશે. પરંતુ હવે પછી પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશોના નાગરિકોને વિઝા નહીં મળે. આ બાર દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી

Loading...