Abtak Media Google News

ઈમાનદારી અને મજબુરી વચ્ચેની કશ્મકશનું બીજું નામ મૌનમોહન સિંઘ

કલાકાર :અનુપમ ખેર, અક્ષય ખન્ના, સુઝેન બેરનેટ (સોનિયા) , આહના કુમરા (પ્રિયંકા) , અર્જુન માથુર (રાહુલ)

નિર્દેશક :વિજય ગુટ્ટે

સ્ટાર :૫ માંથી ૩

સિનેમા :આઈનોક્સ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના મીડિયા ઍડવાઇઝર  સંજય બારૂ દ્વારા લિખિત પુસ્તક ’ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર થી ફિલ્મ બની છે. ૨૦૦૪ અને ૨૦૦૯ એમ બે ટર્મ સુધી રહેલા તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘએ સરકાર ચલાવવા કરેલા સંઘર્ષ અને આંતરિક રાજકારણ ની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મ માં મનમોહન સિંઘ ની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા અને રાહુલ ગાંધી ઉપરાંત અટલ બિહારી વાજપેયી સહિતના રાજકીય ચરિત્રો છે.

એક્ટિંગ : અનુપમ ખેર એ પૂર્વે વડા પ્રધાન મનમોહન સિંઘ ની ભૂમિકા ભજવી છે. તેઓ એક્ટર ઉપરાંત એક એક્ટિંગ ટીચર પણ છે. તેથી મનમોહન સિંઘ ના કિરદાર ને બખૂબી આત્મસાત કરી શક્યા છે. મનમોહન સિંઘની બોડી લેંગ્વેજ, ચહેરાના હાવભાવ અને દબાયેલો તીણો અવાજ અનુપમએ પરદા પર સાકાર કર્યો છે. આ ઉપરાંત સંજય બારૂ ની ભૂમિકા માં અક્ષય ખન્નાએ નેચરલ એક્ટિંગ કરી છે.

નિર્દેશન : વિજય  રત્નાકર ગુટ્ટેની નિર્દેશક તરીકે આ પ્રથમ ફિલ્મ છે. તેમણે પુસ્તક સિવાય કાલ્પનિક દ્રશ્યો પણ ઉમેર્યા છે. દાખલા તરીકે સોનિયા અને રાહુલ ગાંધી ઇટાલિયન ભાષા માં વાત કરે છે. આ ફિલ્મમાં પંચ લાઇનનો અભાવ છે. જો પંચ લાઇન ઉમેરવામાં આવી હોત તો ફિલ્મ વધુ મજેદાર બની હોત. ટૂંકમાં આ એક ડોક્યુ ડ્રામા છે.  કમ્પલીટ ફિલ્મ નથી.

આ ફિલ્મમાં બોલીવુડ ટાઇપ મ્યૂઝિકને કોઈ સ્થાન નથી પરંતુ બેક ગ્રાઉન્ડ મ્યૂઝિક સારું છે.

ઓવરઓલ:  ફિલ્મ  ધ એક્સિંડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને ઠીક ઠીક ઓપનિંંગ મળ્યું છે. આ ફિલ્મ માત્ર ને માત્ર મલ્ટીપ્લેક્સ ઓડિયન્સ માટે છે. સિંગલ સ્ક્રીન અને નાના સેંટર માં ફિલ્મ ચાલવાની શક્યતા નથી. બાય ધ વે, ફિલ્મો ઉરી અને પેટ્ટા પણ રિલીઝ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.