Abtak Media Google News

હવન, સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમને સોનેરી સફળતા: કાર્યકર્તાઓએ સર્જી પરિશ્રમની પરાકાષ્ઠા

સરદાર લેઉવા  પાટીદાર સમાજ ટંકારા દ્વારા ગુરૂવારના રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમમાં હવન, સ્નેહમિલન અને વિઘાર્થઓના સન્માન સમારોહ તથા શૈક્ષણિક સંકુલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુઁ હતું. આ તકે ટંકારા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ, મોભીઓ ઉઘોગપતિઓ હાજર રહ્યા હતા. પ૧ કુંડી હવનમાં ર૦૧ યુગલો હવનમાં બેઠા હતા.

Vlcsnap 2019 11 01 08H45M57S78

આ ત્રિવિધ કાર્યક્રમમાં અંદાજે ૬ થી ૭ હજાર લોકોએ હાજરી આપી હતી. તથા સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે રપ૦ મહીલા-પુરૂષ કાર્યકર્તાઓએ ખડેપગે રહી કાર્ય કર્યુ હતું. વિશેષ મહીલા કાર્યકર્તાઓને તેમના કાર્ય માટે અગ્રણીઓ દ્વારા સન્માીત કરવામાં આવ્યા હતા. તથા સંકુલના નિર્માણ માટે દાતાઓ દ્વારા દાખ આપવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 11 01 08H46M21S45

હરિકૃષ્ણ ફળદુએ ‘અબતક’ સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું કે સરદાર લેઉવા પટેલ ટંકારા સમાજ વતી જે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો જેમાં દર વર્ષનું સ્નેહમીલન યોજતા હતા. જેમાં એક નવી યશ કલગી ઉમેરી છે કે તેઓ શિક્ષણ સંસ્થાનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. પટેલની દીકરો હોવાના નાતે અશોકભાઇ પટેલ વતી આમંત્રણ મળેલું હતું. શિક્ષણ જગત સાથે સંકળાયેલી હોવાથી આજે આ કાર્યક્રમમાં યોગદાન આપેલ છે. અને ભવિષ્યમાં થનારા કાર્યક્રમોનું રુપરેખાનું વર્ણન કરેલ છે. એ જોતા અહિં ખુબ ભવ્ય થી ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે. અને આજુબાજુના ગામડાઓના વિઘાઓને ખુબ સારા શિક્ષણનો લાભ મળશે.

હરેશભાઇ ભાગીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજીત કાર્યક્રમમાં મહાયજ્ઞ, સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંકુલને આધિન સંકુલમાં સારા શિક્ષણ માટે ઘડતર, સંસ્કાર મળે તે માટે સંકુલનું આયોજન કરવામાં આવેલ છે. આ સંકુલમાં મહાદાતાઓએ મહાદાન કરેલ છે. કાર્યકર્તાઓએ સારી એવી શ્રમ, સહયોગ આપેલ છે. મહીલા કમીટી દ્વારા પણ સારી મહેનત કરવામાં આવી છે.

Vlcsnap 2019 10 31 03H07M48S148 Vlcsnap 2019 10 31 03H08M01S606 Vlcsnap 2019 10 31 03H08M40S888

Vlcsnap 2019 10 31 03H08M50S038 1

સંજગભાઇ ભાગીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતિના દિવસે ત્રિવેણી મહોત્સવમાં આશરે છ થી સાડા છ હજાર વ્યકિતઓએ હાજરી આપી હતી. તેમજ માનવંતા મહેમાનોએ ખુબ જ સારી એવી હાજરી આપી. તથા સમાજના દરેક સમીતીના કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહી કામગીરી સુપરે પાડ પાડેલ આવનારા કાર્યક્રમોમાં સાથે મળી ઘણા બધા કાર્યક્રમ કરવાના છીએ તો સરદાર લેઉવા પાટીદાર સમાજ વતી આજરોજ ર૦૧ યુગલો એકી સાથે હવનમાં બેઠેલ હતા. રપ૦ જેટલા સ્વયંસેવકો હતા દરેક સ્વયંસેવકો ઉત્સાહ ભેર કામ કરી આ એક રળીયામણી પ્રસંગ ખુબ જ ભાભેર ઉજવી

અતુલકભાઇ ભાગીયાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજનું અમારુ આયોજન સંપૂર્ણ ઓટોમોડમાં રહ્યું છે. જે સમગ્ર કાર્યકર્યાનો આભારી છે. વ્યકિતગત કોઇ વ્યકિતને ક્રેડીટ નથી માત્રને માત્ર કાર્યકર્તા ઉપર આ કાર્યક્રમ આખો હતો. ટંકાર તાલુકા મહીલા સમીતી દ્વારા ખાસ કરીને વ્યસન મુકિત અભિયાન જે ચલાવવામાં આવ્યું છે તે એમનું અગત્યનું પાસુ છે. આજે એકસો પચ્ચાસથી વધુ વ્યકિતને વ્યસન મુકત કરાવ્યા છે. શપથ લેવડાવ્યા છે. આજનો દિવસ એક યાદગાર દિવસ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.