Abtak Media Google News

જ્યારે આપણે ઓફીસ હોઈએ ત્યારે ફોન વાઇબ્રેટ / સાઇલેન્ટ મોડમાં રાખવો પડે છે પરંતુ જ્યારે આપણે ઘરે આવીએ છીએ, ત્યારે તે ફોનને રિંગ મોડમાં લાવવાનું ભૂલી જઇએ છીએ જેના પરિણામે મહત્વના કોલ રિસીવ કરતા ચુકી જવાય છે. આવી સ્થિતિમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આવી સમસ્યાઓ ઉભી થાય નહીં તે માટે આપ ગૂગલ ટ્રસ્ટેડ પ્લેસ ફિચરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી ઘરે પહોંચતા જ મોબાઈલ અનલોક થઈ જશે.

આવી રીતે કરો ઉપયોગ

ફોનમાં ઉપલબ્ધ ટ્રસ્ટેડ પ્લેસને સેટ કરવા માટે પહેલા સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ સ્માર્ટલોક ઉપર ક્લિક કરો. અથવા તો ફોનના સર્ચ વિકલ્પમાં જઈ સ્માર્ટલોક સર્ચ કરી શકો છો. સ્માર્ટલોકનો ઉપયોગ કરવા પાસવર્ડની જરૂર પડશે. જેમાં ટ્રસ્ટેડ પ્લેસ નામનો વિકલ્પ હશે. ઉપભોક્તા જે લોકેશન ઉપર પોતાનો ફોન અનલોક કરવા માંગે છે તે લોકેશન એડ કરવાનું રહેશે. આ લોકેશન સિલેક્ટ કરવા માટે જે તે સ્થળે હજાર રહેવું જરૂરી છે. જેમકે ઘરનું લોકેશન સિલેક્ટ કરવું હોય તો તે સમયે ઘરે રહેવું આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.