રાજ્યમાં 14 કલાકમાં કોરોનાના 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા

107

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.  કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

19 નવા પોઝિટિવ કેસમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે. 165 પોઝિટિવ કેસમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે.

Loading...