Abtak Media Google News

મહારાષ્ટ્રના ત્રિપેશ્ર્વર અભ્યારણનો વાઘ પગપાળા ૧૧૬૦ કી.મી. ચાલીને તેલગાંણાના અભ્યારણ સુધી પહોચ્યાનો રેકોર્ડ નોંધાયો

વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં હવે દરેક વકત ઘટનાક્રમમાં ઓજલ ગણાતી અનેક બાબતો જાણી શકાય છે. માનવજાતિ માટે જંગલ પર્યાવરણ અને પશુ-પક્ષીની દુનિયાના રહસ્યો અને ક્ષમતા જાણવાની જિજ્ઞાસા કાયમી ધોરણે રહે છે ડિસ્કવરી અને એનીમલ પ્લેનેટ જેવી ચેનલોની ટીઆરીપીની સફળતા માનવીઓની આ જિજ્ઞાસાના કારણે થવા પામી છે. તાજેતરમાં જે વાઘે પોતાની હકુમત સ્થાપવા ૧૧૬૦ અને ૪૫૦ કીમીનું પગપાળા અંતર કાપવાનો રેકોર્ડ જગત સમક્ષ આવ્યો છે.

આ બે નર વાઘો પોતાની મેળે સફર પર નીકળી પડયા હતા એક વાઘ પગપાળા ૧૧૬૦ કી.મી. અંતર કાપ્યું અને બીજો વાઘ ૪૫૦ કીમીનું અંતર કાપીને દેશમાં સૌથી વધુ ચાલીને અંતર કાપનાર વાઘ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન પામ્યા છે. મહારાષ્ટ્રના અભ્યારણમાં સીવન-૧ નંબરવાળા રેડીયો કોલર થયેલા વાઘનું પગપાળો  વિરારણનો નવો રેકોર્ડ સર્જાયો હતો. સીવન રેડીયો કોલરવાળા વાઘ ર૧મી જુન ૨૦૧૯ સુધીમાં કાપેલું આ અંતર રેકોર્ડ બન્યો હતો. ર૭ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સીવન કોલર વાઘે શકુ કરેલ સફર ર૧મી જુન સુધીમાં ૧૧૬૦ કી.મી પંથ કાપીને તેલગાણા અને મહારાષ્ટ્ર રાજયના છ જીલ્લાઓમાં માનવ વસ્તી વીધીને કોઇની પણ નજર ન પડે તેમ સીવન રેડીયો કોલરવાળો વાઘ કુલ ૧૧૬૦ કીમી ચાલ્યો હોવાનું બહાર આવ્યું છે.

બીજી કે-૭ રેડીયો કોલરવાળો નર વાઘ તેલંગાણાના કાગજનગરમાં ૧૧ સપ્ટે. ૨૦૧૯ના રોજ મહારાષ્ટ્રના પટણહિત અભ્યારણમાં અલ્લાપાલીથી ગશિરોલી સુધી મોટું અંતર કાપનાર વાઘ તરીકે નોંધાયો હતો બન્ને વાઘોએ રસ્તામાં આવતા તમામ અંતરાયો અને ખાસ કરીને ખેડુતો દ્વારા ખેતર ફરતે ગોઠવેલી કરંટવાણું કાંટાણી તારથી બચતા બચતા આ અંતર કાપ્યું હતું. કે ૭ વાઘે અન્ય નર વાઘના દબાણ હેઠળ હિજરત કરી હતી.

સી-૧ કોલર ધરાવતા વાઘની સફર ખુબ જ રોચક અને સાહસિક હતી. આ વાઘ તિપેયર અને હવલ ટાઇગર અભ્યારણની કાંટાળીવાળો સમજણપૂર્વક રીતે ઓળંગવાનું સાહસ દેખાડયું હતું. સી-૧ વાઘ કવલ સુધી પહોચ્યા પછી પાછો વળીને ઇશાપુય થઇને પટાણગંગા અભ્યારણ સુધી પહોચવામાં હિંગોલી, વસીમ અને અત્યારે ઢાંકોલા સુધીની સફર કરી ચુકયો છે. ૩જી નવેમ્બરે તે એક ગ્રામજન સાથે અકસ્માતે સંધર્ષમાં ઉતર્યો હતો. અત્યારે તે અમરાવતી જીલ્લામાં હોવાનું જાણવા  મળ્યું છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

મહારાષ્ટ્રના મુખ્ય વાઇલ્ડ લાઇફ અધિકારી નીતીન કાકોડકરે  જણાવ્યું હતું કે અગાઉ પણ વાઘો એ મોટું અંતર કાપવાનું રેકોર્ડ કર્યો છે. ૨૦૧૪માં  ૧૯૦ કી.મી. અને ૨૦૧૮માં ૩૧૨ કી.મી. નું અંતર નોંધાયું હતું. હવે આ નવા બે રેકોર્ડ સામે આવ્યા છે અમે ગઢશિરોલી અને આસપાસના જંગલ વિસ્તારના અધિકારીઓઓ સાથે આ બાબતે સંપર્કમાં છીએ.

વાઇલ્ડ લાઇફ વિજ્ઞાનીક બિલાલહબીએ જણાવ્યું હતું કે તિપેધરે વાઘનું આ વિચરણ એકલા વાઘની સફરમાં સૌથી વધુ અંતર કાપનારુ બન્યું છે. આ રેકોર્ડ વાઘની વિચરણ ક્ષમતાનો પરિચય આપી દીધો છે.

ગઢ ચિરોલીના રેડિયોકોલર વાઘ વિશાળ અભ્યારણમાં સતત ટેકર પાર્ટીના માર્ગદર્શન માં રહેતા હોય છે ટેકર પાર્ટીઓ અનેક જવાબદારીઓ ઉઠાવે છે. તેમ ગઢચિરોલીના માનંનદ વાઇલ્ડ લાઇફ  વોર્ડનું ઉદય પટેલે જણાવ્યું હતું અલ્લાયલીના નાયબ વન સંરક્ષણ સીઆર તાંબેએ કહ્યું હતું કે અને કે ૭ કોલવાળા વાઘની શોધખોળ માટે ૮ કેમેરા ટ્રેપ કર્યા હતો. કે ૭ એ તેની સફર દરમિયાન કોઇ માનવીને ઇજા કરી ન હતી. તે મોટા ભાગે પશુઓનો જ શિકાર કરતો નજરે પડયો હતો તેના પર ખેતર ફરતે ગોઠવેલી કરંટવાળી તારનો ખુબ જ જોખમ હતો પરંતુ તેણે તમામ અવરોધો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.