Abtak Media Google News

રાજયમાં ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીંજાવી દે તેવી ઠંડી પડી રહી છે. તેની અસરને પગલે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ડીસા, નલીયા સહિત શહેરમાં તાપમાનનો પારો ગગડયો છે. જેને લઈ ઠંડીનું પ્રમાણ ખૂબજ વધુ જોવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ૨ થી ૩ ડીગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે. રાજયના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજયનું સૌથી વધુ ઠંડુ શહેર બન્યુંછે.

ત્યારે આગામી ૨૪ કલાકમાં દરમિયાન રાજયનાં ઠંડીનો પારો વધે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

વધી રહેલી ઠંડીથી બચવા લોકોએ સવારથીજ ગરમ વસ્ત્રોનો અને તાપણાનો સહારો લીધો હતો. તેમજ સવારથી જ ગુલાબી ઠંડીમાં વિવિધ ગાર્ડનમાં જઈને કસરત કરતા જોવા મળ્યા છે. ઉપરાંત વહેલી સવારથી ફૂંકાતા ઠંડા પવન અને રાજયના કેટલાક વિસ્તારોમાં રહેલા ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.