ક્રિષ્ના પાર્ક રિસોર્ટની ટીમ જરૂરિયાતમંદોની વ્હારે

47

વિવિધ વિસ્તારોમાં જઇ લોકોને હજારો ફુડ પેકેટનું વિતરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાવચેતીના પગલાના ભાગરુપે દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તયારે રાજકોટમાં ક્રિષ્ના પાર્ક રિસોટના ચેરમેન હરીભાઇ કણસાગરા તથા ડીરેકટર સુરેશભાઇ કણસાગરાની પ્રેરણાથી શહેરમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટ બનાવવામાં આવ્યા છે જે આગામી ૧૪ એપ્રિલ સુધી દરરોજ અનેક વિસ્તારમાં જઇ લોકોને ફુડ પેકેટ આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ બે હજાર જેટલા ફુડ પેકેટ રીસોટના સ્ટાફ કે જેઓ બહારના રાજયમાંથી આવી કામ કરે છે તેઓ રીસોર્ટમાં જ રહી ભોજન બનાવી લોકોને પહોચાડી રહ્યા છે. જેમાં ક્રિષ્ના પાર્ક રીસોર્ટના ચેરમેન હરીભાઇ કણસાગરાએ પણ ગરીબ જરુરીયાત મંદને ફુડ પેકેટ આપ્યું હતું.

હરિભાઇ કણસાગરાન (ચેરમેન ક્રિષ્ના હોટલ) એ કહ્યું હતું કે અમારી રીસોર્ટમાં હાલમાં ૪૦ લોકોનો સ્ટાફ છે જે ૧૪ તારીખ  સુધી ફુડ પેકેટ બનાવીને રોડ પર નીકળતા લોકોને તથા જરુરીયાત મંદ લોકોની મદદરુપ થવા વિતરણ કરવામાં આવશે. અમારી ઇચ્છા એવી છે કે હાઇવે પર શાપર આગળ સુધી બામણબોર પર કુવાડવા હાઇવે પર અને કાલાવાડ  રોડ પર તથા ત્યારબાદ ગામની અંદર જેને ખાવાનું નથી મળતું તેવા લોકોને જમવાનું પહોચતું કરવામાં આવશે. લોકોને એ જ અપીલ કરી શકે સરકાર દ્વારા જે સુચનાઓ અને સહાય આપવામાં આવે છે તે સ્વીકારવામાં આવે અમે હંમેશા પૈસા લઇને જમવાનું આપીએ છીએ પરંતુ અત્યારે સ્થીતી ખરાબ છે. ત્યારે અમારી પણ ફરજ છે કે અમે પણ ભુખ્યા લોકોને જમાડીએ ઉદ્દેશ્યથી અમે આ સેવા શરુ કરી છે.

ક્રિષ્ના પાર્ક રીસોર્ટના માર્કેટીંગ મેનેજર નિલેશભાઇ માથુરએ જણાવ્યું હતું કે અમારે ત્યાં બહારના રાજયનો ૪૦નો સ્ટાફ હાલમાં હોટેલમાં છે. ત્યારે અમારા ચેરમેનની પ્રેરણાથી આજરોજ અમે એવા લોકો જે ચાલીને જતા હોય જેમને ભોજન નથી મળી રહ્યું તેના માટે બે હજાર જેટલા ફુડ પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી ૧૪મી એપ્રિલ સુધી આ રીતે અનેક વિસ્તારમાં જઇ ફુડ પેકેટનું વિતરણ કરીશું.

અબતક સાથેની વાતચીત દરમિયાન રાધાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે બિહારના છીએ.પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધા માટે રાજકોટમાં રહીએ છીએ.  અમે મંજુરી કરતા હોવાથી રોજ લઇ રોજ ખાતા હોય ત્યારે હમણાં લોકડાઉનના કારણે જમવાનું આપશે તેવું જણાવ્યું હતું અને અમારી મદદ કરી છે.

Loading...