Abtak Media Google News

ગઈકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોની સાથે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ય આંકડાઓ અનુસાર આજરોજ તા. ૬ જુલાઈના સવારે ૬:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક દરમિયાન રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૨૧૦ મી.મી. વરસાદ પડી ચુક્યો છે.

જેમાં રાજકોટ શહેરમાં ૩૯ મી.મી., ઉપલેટા તાલુકામાં ૯ મી.મી., કોટડા સાંગણી તાલુકામાં ૧૬ મી.મી., ગોંડલ તાલુકામાં ૭ મી.મી., જેતપુર તાલુકામાં ૮ મી.મી., જસદણ તાલુકામાં ૨૩ મી.મી., જામ કંડોરણા તાલુકામાં ૪૩ મી.મી., પડધરી તાલુકામાં ૩૬ મી.મી.,લોધિકા તાલુકામાં ૨૨ મી.મી. તેમજ વીંછીયા તાલુકામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૨૭૬૨ મી. મી. વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી શહેરમાં ૧૭૨ મી.મી., ઉપલેટા તાલુકામાં ૧૭૯ મી.મી., કોટડા સાંગણી તાલુકામાં ૨૯૨ મી.મી., ગોંડલ તાલુકામાં ૪૯૫ મી.મી., જેતપુર તાલુકામાં ૨૫૪ મી.મી., જસદણ તાલુકામાં ૧૯૯ મી.મી., જામ કંડોરણા તાલુકામાં ૩૩૬ મી.મી., ધોરાજી તાલુકામાં ૨૦૯ મી.મી., પડધરી તાલુકામાં ૨૩૨ મી.મી.,લોધિકા તાલુકામાં ૨૪૨ મી.મી. તેમજ વીંછીયા તાલુકામાં ૧૫૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.