Abtak Media Google News

‘જીવો’ અને ‘જીવવા’ દયો તંત્રની ફરજ

જીવન અને સ્વતંત્રતાની સુરક્ષાના અધિકાર પુરા પાડવા તંત્રની જવાબદારી : દરેક નાગરિકના જીવનની સુરક્ષા માટે માનવ જીવનનો અબાધિત અધિકાર

ભારતીય બંધારણની જોગવાય મુજબ દરેક નાગરિકના જાન અને માલની રક્ષણની તંત્રની પ્રથમ ફરજ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની તંત્રની ફરજ છે તેની સાથે જ જીંદગી જીવવાના અને સ્વતંત્રતાના બંધારણીય અધિકાર આપવામાં આવ્યા છે. કેવી વ્યક્તિને સુરક્ષા આપવી અને કોને રક્ષણ ન આપવું તે નક્કી કરવાના બદલે દરેક વ્યક્તિ પોતાની રીતે જીંદગી જીવવામાં કોઇ અડચણ આવે ત્યારે તેને સુરક્ષા પુરી પાડવા માટે તંત્રની સિધી જવાબદારી બનતી હોવા અંગે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

જીંદગી અને સ્વતંત્રતાને લગતા કેસની સુનાવણી કરતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં થયેલી સુનાવણીમાં દરેક નાગરિકના મુળભૂત અધિકારો અને તેના અમલીકરણ વચ્ચેના સંઘર્ષને ધ્યાને રાખી તંત્ર દ્વારા માનવ સુરક્ષાને પ્રાધાન્ય આપતો ચુકાદો આપ્યો છે. દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતા માટેના બંધારણમાં શુ અધિકારો આપવામાં આવ્યા છે તે મુજબ તંત્ર દ્વારા કાર્યવાહી કરવા પ્રાથમિકતા રહી હોવાનું ઠરાવ્યું છે.

૨૬ વર્ષ અને ૧૧ મહિની યુવતીએ ૨૦ વર્ષ અને ૮ માસના યુવક સાથે કરેલા લગ્નની કાયદેસરતા અંગે થયેલી કાર્યવાહી દરમિયાન લગ્ન કરનાર નવદંપત્તીના જીવનનું જોખમ હોય ત્યારે તેના લગ્નની કાયદેસરના તપાસવાના બદલે તેના જીવનું રક્ષણ કરવાની તંત્રની પ્રથમ ફરજ બનતી હોવાનું ઠરાવ્યું છે.

પ્રેમી યુગલે તા.૨ જુલાઇએ અમૃતસના ગુરૂ દ્વારામાં શિખ વિધિ અનુસાર લગ્ન કર્યા ત્યારે યુવક અને યુવતીના પરિવારે લગ્નની કાયદેસરતા અયોગ્ય હોવાનું કહી ધમકી આપવામાં આવી હતી. નવદંપત્તી જયાં હશે ત્યાં તેને મારી નાખવાની દહેશત વ્યક્ત થતી અરજી થઇ હતી. આ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટના ડિવિઝન બેન્ચના ન્યાયમૂતિ દ્વારા લગ્ન કાયદેસર છે કે કેમ તેની તપાસ કરતા પહેલાં તેઓને સુરક્ષા પુરી પાડી નવદંપત્તીની જીંદગી બચાવવી તંત્રની પ્રથમ ફરજ હોવાનો મહત્વનો હુકમ કર્યો છે.

લગ્ન સમયે યુવકની ઉમર ૨૧ અને યુવતીની ઉમર ૧૮ વર્ષ હોવાની કાયદામાં જોગવાય છે. પરંતુ તે જોગવાયની સાથે માનવ જીવન સુરક્ષિત રહે તે પણ જરૂ રી છે. હિન્દુ લગ્ન અધિનિયમનું પાલન કરાવવાની સાથે સાથે માનવ જીંદગીની સુરક્ષા પણ પુરી પાડવાનો બંધારણીય મુળભૂત અધિકાર છે. ગેર કાયદે લગ્નના કારણે બંધરાણીય અધિકારથી વંચિત રાખી ન શકાય દરેક નાગરિકતને જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા માટે બંધારણીય જવાબદારીઓ અનુસાર તે રાજયની ફરજ છે. માનવ જીવનનો અધિકાર ખૂબ જ મહત્વનો છે. તેને પ્રાથમિકતા આપવી જોઇએ તેમ ઠરાવી લગ્ન કરનાર દંપત્તીને રક્ષણ પુરૂ પાડવા હુકમ કર્યો છે.

  • જાનમાલના રક્ષણની જવાબદારી તંત્રની

કાયદો અને વ્યવસ્થા જાળવી લોકોના જાન અને માલના રક્ષણની કરવાની પોલીસની પ્રથમ ફરજ રહી છે. બંધારણની જોગવાય મુજબ ગમે તે વ્યક્તિ હોય પરંતુ તેના જીવનું જોખમ હોય ત્યારે તેને કરેલા અપરાધ અંગેની તપાસ સાઇડ પર રાખી તેના જીવનું રક્ષણ કરવા જરૂ રી છે. તે રીતે લોકોના માલ અને મિલકતની સલામતિ પણ પોલીસે પુરી પાડવી પડે છે. જીવના જોખમની વાત આવે કે તેના માલ-મિલકતને નુકસાનની ઘટના હોય ત્યારે અસરગ્રસ્તની વ્હારે આવવાની પોલીસની પ્રથમ ફરજ હોવાનું કાયદામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.