Abtak Media Google News

ખુબ જ ઉંચે ઉડી શકવાની ક્ષમતા ધરાવતા કબૂતરોનો પ્રાચિન કાળથી સંદેશાવાહક તરીકે ઉપયોગ થાય છે, આજે તો લશ્કરમાં પણ તેનો જાસુસી માટે કે ફોટોગ્રાફ પાડવા તેનો ઉપયોગ થાય છે, હાલ વિશ્વમાં કબૂતરોની ૩૧૦થી વધુ પ્રજાતિઓ છે

કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું પક્ષી છે. તે ખુબજ ઊંચે ઊડી શકતું પક્ષી છે. આપણી આસપાસ ઘણા લોકો કબૂતરને પાળે પણ છે. સફેેદ સાથે  વિવિધ કલરનાં કબૂતરો પાળે છે તેને સવાર-સાંજ ઉડાડે છે. કબૂતર તેની મુળ જગ્યાએ કયારેય ભૂલતા નથી. એક વાર તમે પાળયા હોય અને પછી તેને બીજે આપી દો તો પણ ઘણી વાર તે તમારી અગાસીએ આવીને બેસી જાય છે. તેને ઉડાડવાની સ્પર્ધા પણ દેશ-વિદેશમાં થાય છે. આખો દિવસ ઉડનારા કબૂતરો પણ હોય છે.

કબૂતરનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી અણી વાળ ચાંચ હોય છે. મોઢુ બે આંખો વચ્ચે ઘેરાયેલું અને તેના જડબા દાંત વગરના હોય છે. પગની આંગણીઓ નખયુકત હોય છે. જેમાં ત્રણ આંગળી સામે તથા ચોથી આંગળી પાછળ તરફ રહે છે પાળેલા કબૂતરો આકાશમાં ઉડતા ઊંધી ગુલાટ પણ મારે છે. કબૂતર ગુજરાત સહિત દેશનાં મોટાભાગમાં જોવા મળતું ઘર આંગણાનું પક્ષી છે તે ઉડવામાં ભારે હોંશિયાર પક્ષી છે.

કબૂતર અને હોલાઓનો ‘કપોત કુળ’ સમાવેશ થાય છે. દુનિયાભરમાં આ કુલમાં ૩૧૦ જાતીઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ કુના બધા પક્ષીઓ દેખાવમાં રૂષ્ટ પૃષ્ટ શરીર, ટુંકી ગરદન અને પ્રમાણમાં ટુંકી નાજુક ચાંચ જેની નીચે ખુલ્લી મીણ જેવી માંસલ આંતરત્વચા હોય છે. આકુળના પક્ષીઓ વિશ્ર્વભરમાં જોવા મળે છે. તેઓની વિપુલ વિવિધતા ઇન્ડો મલેશીયા, ઓસ્ટ્રેલીયાના પર્યાવરણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે.

સામાન્ય રીતે હોલો, કબૂતર લગભગ સરખા લાગે છે. પક્ષી શાસ્ત્રની પરિભાષામાં હોલો કદમાં થોડો નાનો ને કબૂતરનું કદ મોટું જોવા મળે છે. પરંતુ આ નિયમ દરેક જગ્યાએ એક સરખો જોવા મળતો નથી. આ કુળની ખાસિયત એ છે કે તે બહુ આછો પાતળો માળો બનાવે છે. માળો મોટાભાગે સાંઠીકડા, વાળાના ટુંકડા અને બીજી કાટમાળ જેવી વસ્તુમાંથી બનાવે છે. ઝાડ પર મઘ્યમ ઊંચાઇએ, મકાનોની છત, ફલેટની બહારપાળીએ મોટાભાગે બાંધે છે. માદા કબૂતર ૧ થી ૩ ઇંડા મૂકે છે. નર-માદા બન્ને એક સરખી સંભાળ રાખે છે. એક મહિનામાં જ માળો છોડી બચ્ચા ઉડવા લાગે છે.

કબૂતરની પાણી પિવાની આદતને કારણે તેને કપોતાકાર ગોત્રમાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલા સંશોધન મુજબ બટાવડા કુળ કપોતકાર કુળના પક્ષીની જેમ ચૂંસીને શોષીને પાણીપીતા આવડતું નથી તેથી તેમના માટે પક્ષી શાસ્ત્રીએ નવાકુળની રચના કરી છે.

અમેરિકના ગ્રાઉંડ અને કવેલ હોલા કપોતકુળમાં છે પણ બન્ને તદ્દન ભિન્ન લાગે છ. આ બાબતે ૧૯૯૭ તથા ૨૦૦૦ થી ૨૦૦૨ ના સંશોધનને અનુસરવામાં આવે છે. કદની બાબતમાં કપોત કુળમાં વિવિધ તર જોવા મળે છે. કબુતર જે લગભગ એક ટર્કી પક્ષીના કદનું અને ર થી ૪ કિલો વજનનું હોય છે. કાયમી વૃક્ષોમાં વસવાટ કરનાર મોટી જાતીનું કબૂતર માકર્વેસન ઇમ્પેરિયલ છે. આ કુળના પક્ષીઓ મોટાભાગે નાજાુક ચાંચ-પગને મોટા શરીર પર નાનકડુ માથુ જોવા મળે છે. કબૂતર કણભક્ષીઓ હોય છે, જયારે ફળ ભક્ષી જાતીઓને ચમકદાર પીંછા હોય છે. ફીજી, હિંદ મહાસાગર આસપાસના વિસ્તારોમાં ત્રણ જાતીના કબૂતરો આકર્ષક રંગના હોય છે.

કેટલાક કબૂતરોને મોઢા પાસે બુરખો, તો કેટલાકને પૂંછડીએ ઊંચા પિંછાની મોર કલાકરતો હોય તેવી પૂંછ હોય છે. ઇ.સ. ૧૬૦૦ સુધીમાં તેની ૧૦ થી વધુ પ્રજાતિઓ નામ શેષ થઇ ગઇ જેમાં ડોડો અને પેસેન્જર કબૂતરનો સમાવેશ થાય છે. વિખ્યાત પક્ષીવિદ્દ એલેકઝાંડરે જોયેલા ટોળામાં ર૦ કરોડથી વધુ પક્ષીઓ હતા. ૧૮૭૧ માં એક કરોડ પક્ષીનું ટોળુ જોવા મળેલ હતું. આજની તારીખે કપોતકુળના ૧૯ ટકા માં ૪૮ જેટલી પ્રજાતિ નિકંદનના ભયમાં છે.

કબૂતરોનો ઉપયોગ વર્ષોથી સંદેશાવાહક તરીકે થાય છે. આ ઉપરાંત હવે લશ્કરમાં લોકો ઘરોમાં પાળે છે, ધર્મસ્થાનોમાં ચબુતરામાં ચણ ખાવા આવે છે. અમુક દેશોમાં તેનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરાય છે. ઘુ… ઘુ…. ઘુ….. જેવો સુંદર અવાજ કરતું કબૂતર નિર્દોષ પક્ષી છે. સફેદ કબૂતરને શાંતિનું દૂત ગણમાં આવે છે. આપણે ૧પ ઓગષ્ટ, ર૬મી જાન્યુઆરીએ ઘ્વજવંદન સાથે જ આકાશમાં કબૂતરોને ઉડાડીએ છીએ. એકલા રશિયામાં જ ર૦૦ કબૂતરોની પ્રજાતિ લોકો પાળે છે. પ્રાચિન સમયની વાત જોઇએ તો કબૂતરો ઇજિપ્ત, ગ્રીસ, અને રોમન સામ્રાજયમાં જોવા મળતા હતા. પ્રાચિન વૈજ્ઞાનિક વરેન પણ ૫૦૦૦ પક્ષીઓની વસ્તીમાં શાહી કબૂતરોની વાત કરે છે. કબૂતર દુનિયાનું સૌથી જાુનુ પાળતું પક્ષી છે. જંગલી કબૂતરો અને પામેલા કબૂતરોમાં ફર્ક જોવા મળે છે. મિસ્રની ચિત્ર લીપીમાં પણ કબૂતરનો ઉલ્લેખ જોવા મળે છે.

બાળ વાર્તાઓમાં પણ કબૂતરનું પાત્ર અચુક આવે છે. બાળથી મોટેરાને કબૂતરો ગમે છે. તે ભોળા હોય છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ આગણે આવેલા પક્ષીઓને ચણ નાખવાની વાત કરી છે. દરેક ગામડે એક ચબુતરો તો હોય જ છે. કબૂતરો માર સંક્રાતિ પર્વે પતંગના દોરાથી વધુમાં વધુ ઘાયલ થયેલા જોવા મળે છે. હમીગ, રેશીંગ, ફેનટેઇલ, પોર્ટર, હેલમેટ, રોલર, હાઇટ ફલાયર, જેવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં કબૂતરો પાળવા કે ઉડાડવાની મનાઇ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.