Abtak Media Google News

આપણે બધા જ એવું સાંભળતા હોય છીએ કે શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ જ લાભદાયી હોય છે તેમાં પણ જો ખાસ અંજીરની વાત કરવામાં આવે તો અંજીરમાં વિટામિન a, વિટામિન b1, વિટામિન b2, વગેરે ગુણ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. અંજીરમાં ૨૮% ફાઈબર હોય છે. જો તમને અંજીર ખાવુંના ગમે તો તમે અંજીરનો હલવો બનાવી અંજીરનું સેવન કરી શકો છો. ચાલો આપણે અંજીરનો હલવો કેવી રીતે બનાવો તે જાણીએ.

સામગ્રી :

૨૦૦ગ્રામ સૂકા અંજીર

૩ ચમચી શુદ્ધ ઘી

અડધો કપ બદામ પાવડર

અડધો કપ દૂધ પાવડર

૪ ચમચી ખાંડ

અડધી ચમચી એલચી પાવડર

૫-૬ બદામ ગાર્નિશ માટે

બનવાની રીત :

અંજીરનો હલવો બનવા માટે સૌ પ્રથમ ૨૦૦ ગ્રામ અંજીર લઈ ને તેને ગરમ પાણીમાં ૫-૭ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેને પાણીમાથી નીકળી પ્રેસરકુકરમાં નાખો.ત્યારબાદ તેને ક્રશ કરી લો.

ત્યારબાદ એક કડાઈ લઈ તેમાં ૩ ચમચી ઘી ઉમેરી ગરમ કરો. ત્યારબાદ તેમાં બદામ પાવડરનાખી તેને સાંતળી લો તેમાં બાફેલા અંજીરને ક્રશ કરી ઉમેરો ત્યારબાદ તેમાં દૂધ પાવડર અને અડધો કપ પાણીની સાથે ખાંડ ઉમેરી તેમાં ઉમેરો.

લગભગ ૫ મિનિટ સુધી તેને થવા દો. જ્યાં સુધી ખાંડ તેમાં સરખી રીતે મિક્સના થાય ત્યાં સુધી . અને તેને સતત ચલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર ઉમેરી અને તેને બદામ વડે ગાર્નિશ કરી લો.તો ત્યાર છે.“ અંજીરનો હલવો”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.