Abtak Media Google News

સવારે ઉઠતાંની સાથે દૂધમાં,ચામાં જે મીઠાશ માટે ભજવે મોટી ભૂમિકા તેવી આ ખાંડ. ક્યારેક વધુ પડી જાય તો વાનગીની મીઠાશ વધી જાય, ક્યારેક ઓછી હોય તો વાનગીને આરોગવાની મજા મરી જાય. તો ખાંડ હકીકતમાં વાનગી સાથે તો ભળી જ જાય છે, સાથે તે જીવનમાં પણ એક સાર આપી જાય છે.

જીવનમાં તેમજ પોતાની જિંદગીમાં મીઠાશ હોવી અને રાખવી તે ખૂબ અગત્યની છે. કારણ મીઠાશની આ પરિભાષા તો આપે લાગણી વાત અને વિચારોની એક નવી પરિભાષા આપવે છે. સંબંધમાં જીવનની મજા તો જ આવે જો તેમાં મીઠાશ હોય, જેમ સવારે કોટો તોજ ચડે જો તેમાં ખાંડ અને ચા કે  દૂધ બરાબર હોય. ત્યારે જીવનમાં મીઠાશ હોવી અને રાખવી તે દરેક જીવનના પાસાને કઈક અલગ દ્રષ્ટિકોણથી દર્શાવે છે. મીઠાશ એટલે શું ? તો જ્યારે  દરેક સંબંધમાં લાગણી  હોય અને પરસ્પર પ્રેમની ભાવના મનમાં રહેલી હોય. તેને જીવનની મીઠાશ કહી શકાય. વ્યક્તિ ક્યારેક પોતાના કામથી અકડાય તો તેને કામ પ્રત્યેની નફરત થઈ જતી હોય પણ જો આ ખાંડ માથી જો આપણે આપણે શિખીએ તો તે જીવન  અને પોતાની જિંદગી તેમજ કામ પ્રત્યે મીઠાશ રાખો તો દરેક નફરતને તે દૂર કરે છે. ત્યારે સંબંધમાં પણ ખાંડ એ મોટી ભૂમિકા ભજવે છે, તે એક એવી ઘટક છે જે સંબંધોની સાચી સમજણ કરાવે છે. મીઠાશએ માત્ર વાનગીનો એક અંગ છે કારણ, દરેક ગુજરાતી માટે મીઠાઇ વગર ડિશ અધુરી લાગે છે. તેમજ જો વાનગી સાથે વાણીમાં પણ મીઠાશ હોય તો જીવનની પરિભાષા જ કઈક અલગ થાય છે. ત્યારે દરેક સંબંધને જીવવાની કઈક અલગ મજા માણી શકાય છે.

ખાંડ એ વાનગી માટે અગત્યની ગણાય છે. કારણ તેના વગર  વાનગીની મીઠાશ અધૂરી છે. જ્યારે જીવનમાં જો વાણી અને વ્યક્તિત્વથી મીઠાશ રાખીએ તો કામ અને ભવિષ્ય બન્નેની રચના ખૂબ જ અદ્ભુત અને મનગમતી રીતે થઈ શકે છે. તો જીવનમાં મીઠાશ બનાવશે તમને જરૂર કઈક ખાસ અને અપાવશે જીવન અને વ્યક્તિત્વમાં મીઠાશ.

7537D2F3 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.