Abtak Media Google News

ત્રણ દિવસની કથામાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વર્ણવ્યા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ પૂજય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ટોરંટો-કેનેડા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે પધારતા મંદિરના પ્રમુખ અતુલભાઈ પટેલ, ધવલભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ વગેરે ભકતજનોએ સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.Img 5038

વડતાલ ધામ ખાતે પૂજય સ્વામીજીના વ્યાસાસને ત્રિદિવસીય વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત આ કથાના યજમાનપદે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધર્મેશભાઈ પટેલ રહ્યાં હતા.ત્રિદિવસીય વચનામૃત પરાયણ પ્રસંગે પૂજય સ્વામીજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વચનામૃતના મહિમાની કથા કહી હતી. ઉપરાંત ભગવાનના ધ્યાનની સરળ રીતો શીખવી હતી. આ કથામાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહેતા હતા.

આ પ્રસંગે વડતાલના પવનસ્વામી વગેરે સંતોએ પણ પૂજય સ્વામીજીનું સ્વાગત કરી કથાની તમામ વ્યવસ્થા સંભાળી હતી.પૂજય સ્વામીજી સાથે વિદેશયાત્રાએ પધારેલા શાસ્ત્રી શ્રી ભક્તવત્સલદાસજી તથા શ્રી ધર્મવત્સલદાસજીએ પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપ્યો હતો. પાર્ષદ ઘનશ્યામભગતના કંઠે ગવાયેલા કીર્તનો સાંભળી સૌ ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા. ઉત્સાહિ ભાઈ-બહેનોએ કથામાં પધારતા ભક્તજનો માટે ભોજન-પ્રસાદની તમામ વ્યવસ્થા સંભાળી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.